Webdunia - Bharat's app for daily news and videos

Install App

Budget 2021: એનજીઓ/ખાનગી શાળાઓ/રાજ્યોની ભાગીદારીમાં 100 નવી સૈનિક શાળાઓ સ્થાપવામાં આવશે

Webdunia
સોમવાર, 1 ફેબ્રુઆરી 2021 (22:15 IST)
નવી દિલ્હી: દેશની 15,000થી વધુ શાળાઓ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના તમામ પાસાઓને આવરી લેશે જેથી દેશમાં શિક્ષણની ગુણવત્તાને મજબૂત બનાવવામાં આવે. તે જ સમયે, તેણે તેમના પ્રદેશ માટે વધુ સારી શાળાના ઉદાહરણ તરીકે ઉભરી આવવું જોઈએ, જેથી એક શ્રેષ્ઠ નીતિ પ્રાપ્ત થાય અને અન્ય શાળાઓને પ્રેરણા મળે અને તેમને માર્ગ બતાવે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2021-22 રજૂ કરતી વખતે આ મુજબ જણાવ્યું હતું. તેમણે એમ ઉમેર્યું હતું કહ્યું કે એનજીઓ/ખાનગી શાળાઓ/રાજ્યોની ભાગીદારીમાં 100 નવી સૈનિક શાળાઓની સ્થાપના કરવામાં આવશે.
 
ઉચ્ચ શિક્ષણ
નાણા મંત્રીએ ભારતીય ઉચ્ચ શિક્ષણ પંચની રચનાની દરખાસ્ત રજૂ કરતા તેની એકંદરે ભૂમિકા નિભાવવાની વાત કરી જેમાં 4 મુખ્ય પાસાં, માનકતા, માન્યતા, નિયમનકારી નિર્માણ અને ભંડોળ હશે.
 
નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે “આપણા ઘણા શહેરોમાં વિવિધ સંશોધન સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને કોલેજ છે જે સરકારના સમર્થનથી ચાલે છે. ઉદાહરણ તરીકે હૈદરાબાદ, જ્યાં લગભગ 40 મુખ્ય સંસ્થાઓ છે. એ જ રીતે, અન્ય 9 શહેરોમાં, અમે સમાન એકંદર માળખું બનાવીશું, જેથી આ સંસ્થાઓમાં સારી સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે, તેમજ તેમની સ્વાયતતા જાળવી શકાય. આ હેતુ માટે અનોખી ગ્રાન્ટ (ગ્લૂ ગ્રાન્ટ) શરૂ કરવામાં આવશે.
 
લેહમાં સેન્ટ્રલ યુનિવર્સિટી
તેમણે લદ્દાખમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે લેહમાં સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવાની દરખાસ્ત કરી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો, 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો જીત્યો ખિતાબ, ચીનને હરાવ્યું

Jammu Kashmir Election 2024 - આજે જમ્મુ-કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન, ભાજપ, કોંગ્રેસ-NC અને PDPના ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર

સિરિયલ બ્લાસ્ટથી હચમચી લેબનોનની રાજધાની બેરૂત, પેજર્સમાં થયેલા વિસ્ફોટોને કારણે 8ના મોત; 3000 થી વધુ ઘાયલ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

આગળનો લેખ
Show comments