Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

હવે 11 અંકોનો રહેશે તમારો મોબાઇલ નંબર, જાણો વિગતો

હવે 11 અંકોનો રહેશે તમારો મોબાઇલ નંબર, જાણો વિગતો
, શનિવાર, 30 મે 2020 (10:15 IST)
હવે તમારો મોબાઇલ નંબર 11 અંકોનો હોઈ શકે છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓફ ઈન્ડિયા (TRAI) એ શુક્રવારે એક પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવમાં ટ્રાઇએ દેશમાં 11 અંકના મોબાઇલ નંબરનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું છે. ટ્રાઇ મુજબ જો તમે 10 અંકોવાળા મોબાઇલ નંબરને 11 અંકવાળા મોબાઇલ નંબર સાથે  બદલતા દેશમાં વધુ નંબર ઉપલબ્ધ રહેશે.
 
દેશમાં મોબાઇલ નંબરની ક્ષમતા વધીને 1 હજાર કરોડ થઈ જશે
ટ્રાઇએ પોતાના પ્રસ્તાવમાં કહ્યુ છે કે  જો મોબાઈલ નંબરનો પહેલો આંકડો 9 રાખવામાં આવે તો 10 થી 11 અંકના મોબાઇલ નંબર પર સ્વિચ કરવાથી દેશમાં કુલ 10 અબજ (1000 કરોડ) નંબરોની ક્ષમતા થઈ જશે.  ટ્રાઇએ વધુમાં કહ્યું કે  70 ટકા ઉપયોગ અને વર્તમાન પોલિસી સાથે 700 કરોડ સુધીના કનેક્શન  થતા સુધી માટે પૂરતા છે.
 
કોલ કરતી વખતે નંબર આગળ લગાવવુ પડશે '0' 
 ઉપરાંત ટ્રાઈએ ફિકસ્ડ લાઈન પરથી કોલ કરતી વખતે મોબાઈલ નંબરની આગળ 0 લગાવવાનો પણ પ્રસ્તાવ મુક્યો છે,  આ સિવાય ટ્રાઇએ પણ નિયત લાઇનમાંથી કોલ કરતી વખતે મોબાઇલ નંબરની સામે '0' મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે.  હાલની વાત કરીએ તો  ફિક્સ લાઇન કનેક્શન પરથી  ઇન્ટર-સર્વિસ એરિયા મોબાઇલ કોલ્સ માટે, નંબરની શરૂઆતમાં '0' લગાવવાની જરૂર પડે છે. જો કે, મોબાઇલ નંબરને લેંડલાઈન પરથી શરૂઆતમાં શૂન્ય ઉમેર્યા વગર એક્સેસ  કરી શકાય છે. ટ્રાઇએ જણાવ્યું હતું કે, ફિક્સ નેટવર્ક પરથી  મોબાઇલ પર કોલ કરવા માટે શૂન્ય લગાવવુ ફરજિયાત હોવાથી 2, 3, 4 અને 6 ના તમામ ફ્રી સબ-લેવલનો મોબાઇલ નંબર તરીકે ઉપયોગ કરી શકાય છે
 
આવશે નવો નેશનલ નંબરિંગ પ્લાન 
 
આ ઉપરાંત એક નવુ નેશનલ નંબરિંગ પ્લાન પણ સૂકવ્યો છે. જેને શક્ય તેટલી વહેલી તકે ઉપલબ્ધ કરાવવાની છે. આ ઉપરાંત, ટ્રાઇએ ડોંગલ્સ માટે વપરાયેલા મોબાઈલ નંબરને 10 અંકોથી વધારીને 13 અંક કરવાની પણ વાત કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાણીતા જ્યોતિષ બેજાન દારુવાલાનું નિધન, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ