Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

લંડન કોર્ટેનો અનિલ અંબાણીને આદેશ, 21 દિવસમાં 3 ચીની બેંકોને 5448 કરોડ રૂપિયા ચુકવે

લંડન કોર્ટેનો અનિલ અંબાણીને આદેશ,  21 દિવસમાં 3 ચીની બેંકોને 5448 કરોડ રૂપિયા ચુકવે
નવી દિલ્હી. , શનિવાર, 23 મે 2020 (11:17 IST)
દેવાના બોજા હેઠળ દબાયેલા  રિલાયન્સ ગ્રુપના ચેયરમેન અનિલ અંબાણીની મુસીબતો ઓછુ થવાનુ નામ નથી લઈ રહી. પર્સનલ ગેરંટીના મામલે લંડનની એક કોર્ટે અનિલ અંબાનીને 3 ચાઈનીઝ બેંકોને 21 દિવસની અંદર 717 મિલિયન ડૉલર એટલે કે લગભગ 5448 કરોડ રૂપિયા ચુકવવાનો આદેશ આપ્યો છે. 
 
આરકૉમના કોર્પોરેટ લોન સાથે જોડાયેલો મામલો 
 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇંગ્લેન્ડ અને વેલ્સના હાઈકોર્ટના કમર્શિયલ ડિવિઝનના જસ્ટિસ  નિગેલ ટિઅરેએ કહ્યું હતું કે અનિલ અંબાણીએ વ્યક્તિગત રૂપે બાંહેધરી આપી છે, તેથી તેમણે રકમ ચૂકવવી પડશે. અનિલ અંબાણીના પ્રવક્તાએ કહ્યુ છે કે આ મામલો રિલાયન્સ કમ્યુનિકેશન (આરકોમ) દ્વારા 2012 માં લેવામાં આવેલી કોર્પોરેટ લોન સાથે સંબંધિત છે. પ્રવક્તાનું કહેવું છે કે અનિલ અંબાણીએ આ લોન માટે વ્યક્તિગત ગેરંટી આપી ન હતી.
 
આ બેંકોને કરવાની છે ચુકવણી 
 
- ઈંડસ્ટ્રીયલ અને કોમર્શિયલ બેંક ઓફ ચાઈનાની મુંબઈ શાખા 
- ચાઇના ડેવલપમેન્ટ બેંક
- ચાઇનાની નિકાસ-આયાત બેંક
 
ફેબ્રુઆરીમાં 100 મિલિયન જમા કરાવવાનો હતો આદેશ 
 
આ વર્ષે ફેબ્રુઆરીમાં લંડનની એક અદાલતે અનિલ અંબાણીને 6 અઠવાડિયામાં 100 મિલિયન ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ અનિલ અંબાણીએ કોર્ટને કહ્યું હતું કે આ સમયે તેમની કુલ સંપત્તિ શૂન્ય છે અને પરિવાર તેમને મદદ કરી રહ્યુ નથી. આવામાં તેઓ 100 મિલિયન ચૂકવવા સક્ષમ નથી.
 
આરકોમ નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું છે
 
આરકોમ પર લગભગ 46 હજાર કરોડ રૂપિયાનું બાકી દેવું છે. અનિલ અંબાણીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, લંડન કોર્ટના આદેશ મુજબ, વ્યક્તિગત ગેરંટીની અંતિમ રકમનું મૂલ્યાંકન આરકોમની ઠરાવ યોજનાના આધારે  કરવામાં આવશે
 
રેજોલ્યુલેશન  પ્રક્રિયા પૂર્ણ થયા પછી ચૂકવણી કરશે
 
પ્રવક્તાએ કહ્યું કે એકવાર આરસીએમ રિઝોલ્યુશન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી આદેશિત રકમની ચુકવણી કરી દેશે.  પ્રવક્તાએ જણાવ્યું હતું કે આરકોમ ના કર્જદાતાઓ તરફથી મંજૂર કરાયેલ ઠરાવ યોજના અનુસાર આ કથિત પર્સનલ ગેરંટીની રકમમાં લગભગ 50 ટકાનો ઘટાડો થશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સોલા સિવિલ હોસ્પિટલની બેદરકારી, વેન્ટિલેટરમાં બ્લાસ્ટ થતા મહિલાનુ મોત