Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સતત છઠ્ઠા દિવસે સસ્તુ થયુ પેટ્રોલ, જાણો આજના ભાવ

સતત છઠ્ઠા દિવસે સસ્તુ થયુ પેટ્રોલ, જાણો આજના ભાવ
નવી દિલ્હી. , મંગળવાર, 4 જૂન 2019 (11:30 IST)
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો નોંધયો છે.  તેલ માર્કેટમાં કંપનીઓએ પેટ્રોલના ભાવમાં સાત પૈસા અને ડીઝલના ભાવમા& 20-22 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો. બીજી બાજુ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમા નરમી આવી છે. જેનાથી આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ કમી આવવાની શક્યતા છે. 
 
ઈંડિયન ઓઈલ મુજબ દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિમંત 71.23 રૂપિયા અને ડીઝલની કિમંત 65.56 રૂપિયા છે. મુંબઈમાં પેટ્રોલ 76.91 રૂપિયા અને  ડીઝલની કિમંત 68.76 રૂપિયા, કલકત્તામાં  પેટ્રોલ  73.47  રૂપિયા અને ડીઝલ 67.48 રૂપિયા, ચેન્નઈમાં પેટ્રોલ  74.01 રૂપિયા અને ડીઝલ 69.36  રૂપિયા, પ્રતિ લીટર છે. 
 
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં સતત સાતમા દિવસે ઘટાડાની પ્રક્રિયા ચાલુ રહી. આ દરમિયાન બેંચમાર્ક કાચા તેલ બ્રૈટ ક્રુડના ભાવમાં લગભગ 10 ડોલર પ્રતિ બૈરલની કમી આવી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બ્રિટનને પછાડી ભારત આ વર્ષે બની શકે છે પાંચમી મોટી અર્થવ્યવસ્થા