Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Share Market Today - શેરબજારમાં ભારે ઉથલપાથલ, સેન્સેક્સ 678 પોઈન્ટ અને નિફ્ટી 207 પોઈન્ટ ધડામ

Share Market Today - શેરબજારમાં ભારે ઉથલપાથલ, સેન્સેક્સ 678 પોઈન્ટ અને નિફ્ટી 207 પોઈન્ટ ધડામ
, સોમવાર, 3 ફેબ્રુઆરી 2025 (09:53 IST)
Share Market Today  - બજેટ પછી ભારતીય શેરબજારનો મૂડ વધુ ખરાબ થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન, કેનેડા અને મેક્સિકો પર ટેરિફ વધારવાની જાહેરાત અને આ દેશો દ્વારા બદલો લેવાના ટેરિફ લાદવાની કાર્યવાહીએ વિશ્વભરના બજારોનો મૂડ બગાડ્યો છે. તમને જણાવી દઈએ કે યુએસ સરકારે કેનેડા અને મેક્સિકોથી આયાત પર 25 ટકા અને ચીની માલ પર 10 ટકા ટેરિફની જાહેરાત કરી છે, જે મંગળવારથી અમલમાં આવશે. આ જાહેરાતથી રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો, જેના કારણે એશિયાના મુખ્ય શેરબજારોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. તેની અસર ભારતીય બજાર પર જોવા મળી રહી છે. શરૂઆતના કારોબારમાં, સેન્સેક્સ 678.01 પોઈન્ટ ઘટીને 76,827.95 પોઈન્ટ પર પહોંચ્યો. તે જ સમયે, NSE નિફ્ટી 207.90 પોઈન્ટ ઘટીને 23,274.25 પોઈન્ટ પર પહોંચ્યો. જો આપણે ઘટતા શેરો પર નજર કરીએ તો, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ઝોમેટો, ઇન્ડસઇન્ડ બેંકમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
બજાર ખુલતા જ મોટો ઘટાડો  
બજારમાં ભારે ઘટાડાથી ફક્ત 5 મિનિટમાં જ રોકાણકારોના 5 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. આ આજની વાત નથી. છેલ્લા કેટલાક સમયથી રોકાણકારોને સતત નુકશાન થઈ રહ્યુ છે. બજારમાં ભારે ઘટાડાથી મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો નિરાશ થયા છે. જેને કારણે સિપ ખાતા બંધ થવાના આંકડા રેકોર્ડ સ્તર પર પહોચી ગયા છે. 
 
એશિયાઈ શેર બજારમાં ભારે ઘટાડો 
ટ્રેડ વોર શરૂ થવાથી અમેરિકા સહિત દુનિયાભરના બજારોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. જાપાનના નિક્કેઈ 225 ઈંડેક્સ સહિત મુખ્ય એશિયાઈ સૂચકાંક 2.27 ટકાથી વધુ ગબડી પડ્યા છે. જ્યારે કે હોંગકોંગના હૈંગ સૈગ ઈંડેક્સમાં  2.07 ટકાનો ઘટાડો આવ્યો.  તાઈવાનના સૂચકાંકમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો. જે 3.74 ટકા થી વધુ ગબડી પડ્યો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહાકુભમાંથી પરત ફરી રહેલી બસ ગુજરાતનાં સાપુતારા ઘાટ પર દુર્ઘટનાનો ભોગ બની, 7 નાં મોત 15 ઘાયલ