Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગ્રીન સિગ્નલ પર ખુલ્યા ઘરેલુ શેયર બજાર, સેંસેક્સ 79,600થી ઉપર, નિફ્ટીમાં પણ વધારો

 world stock marke
, મંગળવાર, 12 નવેમ્બર 2024 (10:26 IST)
લાંબા સમયથી સુસ્તી વચ્ચે મંગળવારે શેર બજારે ગ્રીન સિગ્નલ પર વેપાર કરવો શરૂ કર્યો. નેશનલ સ્ટોક એક્સચેંજ ની બેંચમાર્ક નિફ્ટી સવારે 9 વાગીને 36 મિનિટ પર 34.25 અંકના વધારા સાથે  24,175.55 ના લેવલ પર વેપાર કરી રહ્યો હતો. માર્કેટના ઓપન થયા પછી શરૂઆતી ટ્રેંડમાં બીએસઈ મિડકૈપ અને સ્મોલ કૈપ ઈંડેક્સ ગ્રીન નિશાનમાં  વેપાર કરી રહી છે. નિફ્ટી પર સન ફાર્મા, ટ્રેંટ, આઈસીઆઈસીઆઈ બેંક, ભારતી એયરટેલ ટેક સૌથી વધુ લાભમાં છે. જ્યારે કે બ્રિટાનિયા ઈંડસ્ટ્રીઝ, એશિયન પેંટ્સ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, એચડીએફસી બેંક અને એનટીપીસી સૌથી વધુ નુકશાનમાં છે.  અગાઉ શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત સતત ત્રણ સત્રોથી ઘટાડા સાથે થઈ હતી.
 
 
 
આ કંપનીઓના આવશે પરિણામ 
 
આજે ઘણી કંપનીઓના નાણાકીય પરિણામો આવશે. તેમાં 3M ઇન્ડિયા લિમિટેડ, બોમ્બે ડાઇંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ, બોશ લિમિટેડ, CESC લિમિટેડ, હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડ, FSN ઇ-કોમર્સ વેન્ચર્સ લિમિટેડ (ન્યાકા), રેલિગેર એન્ટરપ્રાઇઝ લિમિટેડ, સુલા વાઇનયાર્ડ્સ લિમિટેડ તેમના બીજા ત્રિમાસિક પરિણામો જાહેર કરશે.
 
આંકડા પર રહેશે
 નજર 
સરકાર મંગળવારે છૂટક ફુગાવો અને ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા જાહેર કરશે. રોકાણકારો આ આંકડાઓ પર નજર રાખી રહ્યા છે. આજે બજારની મૂવમેન્ટ મોટાભાગે આ આંકડાઓ પર નિર્ભર રહેશે. તેમજ જથ્થાબંધ ફુગાવાના આંકડા 14 નવેમ્બરે આવશે. અમેરિકાનો ફુગાવાનો રિપોર્ટ પણ 13 નવેમ્બરે આવશે, જેની અસર ત્યાંની આર્થિક નીતિ પર પડી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Tulsi Vivah 2024: ક્યારે છે તુલસી વિવાહ 12મી કે 13મી નવેમ્બર ? તારીખને લઈને કન્ફયુઝન કરો દૂર, જાણો સાચી તારીખ અને શુભ મુહુર્ત