Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શેરબજારની એક વધુ ઝડપી શરૂઆત, સેંસેક્સ અને નિફ્ટી ગ્રીન નિશાન પર ખુલ્યા, તેજ ગતિએ ઉછળી રહ્યા છે આ શેર

share market today
, બુધવાર, 29 માર્ચ 2023 (10:50 IST)
શેરબજારની બુધવારે શરૂઆત તેજી સાથે થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. હાલમાં સેન્સેક્સના 30માંથી 25 શેરો ઝડપી ટ્રેડ કરી રહ્યાં છે, જ્યારે 5 શેર લાલ નિશાન પર છે. સેન્સેક્સ હાલમાં 97 પોઇન્ટના વધારા સાથે 57,711.69 પર ટ્રેડ કરી રહ્યો છે. તે જ સમયે, નિફ્ટી 34.15 પોઈન્ટના વધારા સાથે 16,985.85 પર છે.
 
ગઈકાલે ઘટાડા સાથે બંધ થયુ હતુ માર્કટ 
 
ભારે વઘ-ઘટ વચ્ચે મંગળવારે ઘરેલુ શેરબજારમાં ઘટાડો થયો હતો. બીએસઈ સેન્સેક્સમાં 40 પોઈન્ટથી વધુનો ઘટાડો થયો હતો.  30 શેરો પર આધારિત બીએસઈ સેન્સેક્સ 40.14 અંક એટલે કે 0.07 ટકાના ઘટાડા સાથે 57,613.72 ના અંક પર બંધ થયો. સૂચકાંક મજબૂત ખુલ્યો હતો અને એક તબક્કે 295.59 પોઈન્ટ સુધી ચઢી ગયો હતો. પરંતુ બજાર આ ફાયદો જાળવી શક્યું નથી. સેન્સેક્સના 19 શેર ખોટમાં હતા જ્યારે 11 નફામાં હતા. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 34 પોઈન્ટ એટલે કે 0.20 ટકાના ઘટાડા સાથે 16,951.70 પોઈન્ટ પર બંધ થયો હતો. તે કારોબાર દરમિયાન 17,061.75 થી 16,913.75 પોઈન્ટની રેન્જમાં રહ્યો હતો. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 શેરોમાંથી 32નો અંત નુકસાન સાથે જ્યારે 17નો અંત લાભ સાથે હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Karnataka Election 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને મોટું અપડેટ, તારીખો આજે સવારે 11:30 વાગ્યે જાહેર થશે