Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

પેટ્રોલ-ડીઝલની વધતી કિમંતો પર સરકાર ગંભીર, PM મોદીએ તેલ કંપનીઓના CEO સાથે કરી બેઠક

પેટ્રોલ-ડીઝલની વધતી કિમંતો પર સરકાર ગંભીર, PM મોદીએ તેલ કંપનીઓના CEO સાથે કરી બેઠક
, બુધવાર, 20 ઑક્ટોબર 2021 (22:40 IST)
દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બુધવારે વિશ્વની અગ્રણી તેલ અને ગેસ કંપનીઓના સીઈઓ સાથે બેઠક યોજી હતી. તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી, રોસેનેફ્ટ (રૂસ) ના પ્રમુખ અને સીઇઓ ડો.ઇગોર સેચિન અને સાઉદી અરામકોના ચેરમેન અને સીઇઓ અમીન નાસર સહિત અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. 
 
 
બેઠક પહેલા વડાપ્રધાન કાર્યાલય (PMO) એ એક નિવેદનમાં કહ્યું કે આ છઠ્ઠી વાર્ષિક વાર્તાલાપ છે, જે 2016 માં શરૂ થઈ હતી. તેમાં તેલ અને ગેસ ક્ષેત્રના વૈશ્વિક નેતાઓનો સમાવેશ થાય છે, જેઓ આ ક્ષેત્રના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરે છે અને ભારત સાથે સહકાર અને રોકાણના સંભવિત ક્ષેત્રોની જાણકારી મેળવવા માટે વિચાર-વિમર્શ કરે છે. 
 
ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે. સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રેકોર્ડ બ્રેકિંગ વધારો ચાલુ છે. દેશની ત્રણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ HPCL, BPCL અને IOCએ પણ બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી. દિલ્હીમાં હવે એક લિટર પેટ્રોલની કિંમત 35 પૈસા વધીને 106.19 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. સાથે જ ડીઝલનો ભાવ 35 પૈસા વધીને 94.92 રૂપિયા પ્રતિ લીટર થયો છે. એ જ રીતે, મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 35 પૈસા વધીને 112.11 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. ડીઝલની કિંમત 37 પૈસા વધીને 102.89 રૂપિયા પ્રતિ લીટર છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં કોરોનાનો થઈ રહ્યો છે અંત, 24 કલાકમાં 14 નવા કેસ 12 દિવસ બાદ એકનુ મોત