Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

10 રુપિયા સસ્તું થશે પેટ્રોલ અને ડીઝલ, આ તારીખ થઈ શકે જાહેરાત, સૂત્રોનો દાવો

Petrol and diesel will be cheaper by 10 rupees
, શુક્રવાર, 29 ડિસેમ્બર 2023 (12:18 IST)
લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે ઈંધણના ભાવ ઘટાડાની ભેટ આપી શકે છે. સૂત્રોનો દાવો છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 6થી 10 રૂપિયાનો ઘટાડો કરી શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડા માટે સરકાર ઓઇલ કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે તેવું પણ સૂત્રોએ કહ્યું હતું.
 
સૂત્રોનું માનીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 8 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. કેલેન્ડર વર્ષના અંત પહેલા આની જાહેરાત કરવામાં આવશે.
 
ક્યારથી ભાવ સ્થિર છે 
ગત વર્ષના 6 એપ્રિલથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. હાલમાં દેશમાં ઓવરઓલ પેટ્રોલના ભાવ 96 થી 100 રુપિયાની આસપાસ છે. 22 મે, 2022 ના રોજ, કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો, જેને કારણે પેટ્રોલમાં 8 રૂપિયા અને ડીઝલમાં 6 રૂપિયાનો ઘટાડો થયો હતો. આ મોટી જાહેરાત 31 ડિસેમ્બર પહેલા થઈ શકે છે આ પ્રસ્તાવને હજુ સુધી વડાપ્રધાનની મંજૂરી મળવાની બાકી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

New Year 2024 Astro Tips: વર્ષના પ્રથમ દિવસે આ 5 શુભ વસ્તુઓ ખરીદો લાવો, દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ આશીર્વાદ વરસાવશે.