Publish Date: Fri, 22 Dec 2023 (09:04 IST)
Updated Date: Fri, 22 Dec 2023 (09:08 IST)
LPG Cylinder Price- ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. દિલ્હીમાં આ સિલિન્ડરની કિંમત હવે 1757.00 રૂપિયા થઈ ગઈ છે જ્યારે પહેલા તે 1796.50 રૂપિયામાં મળતી હતી.
એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. દિલ્હીમાં આ સિલિન્ડરની કિંમત હવે 1757.00 રૂપિયા થઈ ગઈ છે જ્યારે પહેલા તે 1796.50 રૂપિયામાં મળતી હતી. આ રીતે તેની કિંમતમાં 39.5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેની કિંમત હવે કોલકાતામાં 1868.50 રૂપિયા, મુંબઈમાં 1710 રૂપિયા અને ચેન્નાઈમાં 1929 રૂપિયા છે.