Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરત: મેટ્રો રેલના પ્રથમ તબક્કાનું કામ જૂન-ર૦ર૦થી શરૂ થશે, પ્રોજેકટ પાંચ વર્ષમાં પૂર્ણ કરાશે

Webdunia
સોમવાર, 9 ડિસેમ્બર 2019 (14:25 IST)
સુરત મહાનગરમાં ૪૦.૩પ કિ.મીટર લંબાઇ ધરાવતા મેટ્રો રેલ પ્રોજેકટના પ્રથમ તબક્કાની કામગીરી આગામી જૂન-ર૦ર૦માં શરૂ કરાશે. તાજેતરમાં મેટ્રો રેઇલ પ્રોજેકટના કામોની હાથ ધરેલી સર્વગ્રાહી પ્રગતિ સમીક્ષા બેઠક દરમિયાન સુરત મેટ્રો ટ્રેનના કામોની દરખાસ્ત અને કેન્દ્ર સરકારે આપેલી મંજૂરી સંદર્ભમાં વિશદ ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. ગુજરાત મેટ્રો રેઇલ કોર્પોરેશનના એમ.ડી. એસ. એસ. રાઠૌરે આ પ્રોજેકટ અંગેની વિગતો બેઠકમાં રજૂ કરી હતી.
 
મેટ્રો રેલના મેનેજીંગ ડિરેકટરે બેઠકમાં જણાવ્યું કે, સુરત મેટ્રો રેલ માટે ગુજરાત સરકારે રજૂ કરેલી રૂ. ૧૨૦૨૦.૩૨ કરોડની દરખાસ્તને ગત ફેબ્રુઆરી-૨૦૧૯માં ભારત સરકારે મંજૂરી આપી દીધી છે. તેમજ આ પ્રોજેકટ પાંચ વર્ષમાં પૂર્ણ કરવા પણ મંજૂરી પત્રમાં જણાવવામાં આવ્યું છે. સુરત મેટ્રો રેલ પ્રોજેકટની બાંધકામ કામગીરી જૂન-ર૦ર૦માં શરૂ થશે અને જુન-ર૦ર૪માં તે પૂર્ણ કરવાનું આયોજન છે.
 
મુખ્યમંત્રી સમક્ષ વિસ્તૃત પ્રેઝન્ટેશન કરતાં ગુજરાત મેટ્રો રેઇલ કોર્પોરેશનના એમ.ડી. રાઠૌરે જણાવ્યું કે, સુરત મેટ્રો રેલ માટે જરૂરી ડીટેલ્ડ ડિઝાઇનની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમજ ટેન્ડર તૈયાર કરવાની કામગીરી પણ કરવામાં આવી છે. સરથાણાથી ડ્રીમ સીટી ૨૧.૬૧ કિ.મી.માં ૧૪ એલીવેટેડ સ્ટેશન્સ રહેશે તથા ભેંસાણથી સરોલી ૧૮.૭૪ કિ.મી.માં ૧૮ એલીવેટેડ સ્ટેશન્સ રહેશે. મેટ્રો રેલ કામગીરી માટે સુરત વિસ્તારમાં કુલ ૪૦.૩પ કિ.મીટર લંબાઇ ધરાવતા આ પ્રોજેકટના પ્રથમ તબક્કાના ટેન્ડર ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.
 
આ બેઠકમાં ચર્ચા-વિમર્શ દરમિયાન એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, સુરત મેટ્રો રેલ માટે “Environmental Impact Assessment” (EIA) અને “Social Impact Assessment” (SIA) ની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેકટને પરિણામે સુરત ‘‘માસ રેપિડ ટ્રાન્સપોર્ટ’’ સુવિધાથી જોડાશે. શહેરના નાગરિકોને સરળ પરિવહન સેવા મળશે, વાયુ પ્રદૂષણ અટકશે અને માર્ગ પરનું ભારણ તથા અકસ્માતોનું પ્રમાણ પણ ઘટશે તેની સર્વગ્રાહી બાબતો અંગે પણ બેઠકમાં માહિતી આપવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments