ઓપ્પોનો નવો સ્માર્ટફોન ઓપ્પો એફ5 ફિલિપિંસ પછી આજે ભારતમાં લોન્ચ થઈ રહ્યો છે. ફોનની લૉન્ચિંગ બપોરે 12.30 વાગ્યાથી થશે. આ ફોનમાં ખાસ એઆઈ પાવર્ડ બ્યૂટી રિકૉગ્નિશન ફીચર છે મતલબ આ ફોન સુંદર લોકોની ઓળખ કરી લેશે. બ્યૂટી રિકોગ્નિશન ઉપરાંત આ ફોનમાં બેજલ વગરની ડિઝાઈન છે. સાથે જ ફોનનો કોર્નર રાઉંડ રહેશે. આ ફોનને ફ્રંટ કેમેરા બ્યૂટી રિકૉગ્નિશન ફીચર સાથે 20 મિગાપિક્સલનો છે.
ઓપ્પો એફ 5ની કિમંત અને સ્પેસિફિકેશન
Oppo F5માં 5 ઈંચની એજ ટૂ એજ ફુલ એચડી ડિસપ્લે છે. જેનો એસ્પેક્ટ રેશિયો 18.9 છે.. આ ઉપરાંત ફોનના બૈક પેનલ પર ફિંગરપિંટ સેંસર, 4જીબી રેમ, 32 જીબી સ્ટોરેજ, 6 જીબી રૈમ, 64 જીબી સ્ટોરેજ છે. જેને 256 જીબી સુધી વધારી શકાય છે. આ ઉપરાંત ફોનમાં એંડ્રોયડ નૂગટ 7.1, ટ્રિપલ કાર્ડ સ્લૉટ (2 સિમ, 1 મેમોરી કાર્ડ) મીડિયા ટેકનો ઑક્ટાકોર MT6763T પ્રોસેસર, ગ્રાફિક્સ માટે ARM વાલી G71 MP2 800MHz જીપીયૂ છે.
ફોનના કેમેરાની વાત કરે તો તેમા AI બ્યૂટી રિકોગ્નિશન ફિચર સાથે 20 મેગાપિક્સલ ફ્રંટ કેમરા અને 16 મેગાપિક્સલનો રિયર કેમરા છે. AI બ્યુટી રિકોગ્નિશન ચેહરાના એક એક ડોટને સ્કેન કરે છે. ફોનમાં 3200mAhની બેટરી છે અને કનેક્ટિવિટી માટે Wi-Fi 2.4/5GHz 802.11 a/b/g/n, Bluetooth 4.2, GPS અને OTG સપોર્ટ છે. આ ફોનની શરૂઆતની કિમંત PHP 15,990 મતલબ લગભગ 20,000 રૂપિયા રહેશે.