Webdunia - Bharat's app for daily news and videos

Install App

લક્ષ્મી મિતલ ગુજરાતમાં શરૂ કરશે પોતાનો મોટો પ્રોજેક્ટ, કરશે ૪ર હજાર કરોડ રૂપિયાનું રોકાણ

Webdunia
મંગળવાર, 17 ડિસેમ્બર 2019 (13:21 IST)
વિશ્વખ્યાત સ્ટીલ ઉત્પાદક કંપની આરસેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લી.ના ચેરમેન અને સી.ઇ.ઓ. લક્ષ્મી મિતલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત લીધી હતી.  લક્ષ્મી મિતલની આ કંપની સુરતના હજીરામાં ૪ર હજાર કરોડ રૂપિયાના ખર્ચે એસ્સાર સ્ટીલનો પ્લાન્ટ હસ્તગત કરી પોતાનું ઉત્પાદન શરૂ કરવાની છે. 
 
મુખ્યમંત્રી સાથેની મુલાકાત બેઠકમાં લક્ષ્મી મિતલે ગુજરાતમાં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની સરળ અને સુવિધાયુકત નીતિઓ તથા ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટથી તેઓ પ્રભાવિત થઇ રાજ્યમાં પ્રથમ આવા મોટા પ્રોજેકટમાં રોકાણ કરી રહ્યા છે. તેમણે ગુજરાત સરકારનો સહયોગ મળતો રહે તો ભવિષ્યમાં અન્ય મોટા પ્રોજેકટસ પણ ગુજરાતમાં શરૂ કરવા ઉત્સુકતા વ્યકત કરી હતી. 
વિજય રૂપાણીએ પણ રાજ્ય સરકાર તરફથી આરસેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લી.ને જરૂરી સહકારની ખાતરી આપી હતી. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટીલ ઉત્પાદનમાં વિશ્વ સ્તરે અવ્વલ સ્થાન ધરાવતી આ કંપની જાપાનની નિપોન સ્ટીલ સાથે ગુજરાતમાં અદ્યતન ટેકનોલોજીયુકત ઉત્પાદન કરશે. ખાસ કરીને એન્ટી કોલીઝન એટલે કે મોટરકારમાં અકસ્માત સમયે સ્ટીલ-બોડીને થતું નૂકશાન અટકાવી શકાય તેવા સક્ષમ સ્ટીલનું ઉત્પાદન ગુજરાતમાં આ અદ્યતન ટેકનોલોજીયુકત પ્લાન્ટ તેઓ કરવાના છે. ગુજરાતમાં હજીરા ખાતેનો આ પ્લાન્ટ કાર્યરત થવાથી હાલ વિદેશથી આયાત કરવા પડતા સ્ટીલ સામે સક્ષમ વિકલ્પ ભારતમાં જ ઉપલબ્ધ થતાં પ્રધાનમંત્રીની ‘‘મેઇક ઇન ઇન્ડીયા’’ને વધુ વેગ મળશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આગળનો લેખ
Show comments