Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

'સીટા'ના ફાઉન્ડર ચેરમેન 'કિરણ સુતરીયા'એ સમજાવી કોવિડ 19 મહામારીમાં IoTની ઉપયોગીતા

'સીટા'ના ફાઉન્ડર ચેરમેન 'કિરણ સુતરીયા'નો વાર્તાલાપ"

'સીટા'ના ફાઉન્ડર ચેરમેન 'કિરણ સુતરીયા'એ સમજાવી કોવિડ 19 મહામારીમાં IoTની ઉપયોગીતા
, મંગળવાર, 27 એપ્રિલ 2021 (19:02 IST)
ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) શું છે:
IoT એક નેટવર્ક છે જેમાં નિશ્ચિત ડિવાઈસિસને ઇન્ટરનેટ સાથે જોડવામાં આવે છે, જેથી તેઓ દરેક ડિવાઈસ પાસેથી ડેટા એકત્ર કરીને તેને શેર કરી શકે. તેના દ્વારા મશીનો પણ માનવીની જેમ જ એકબીજા સાથે સંવાદ, સહકાર કરે છે અને એકબીજા પાસેથી શીખી શકે છે.
 
IoT કઈ રીતે લોકો અને ઉદ્યોગોનું જીવન બદલી રહ્યું છે:
IoT ટેક્નોલોજી આપણા જીવનમાં પુષ્કળ સુવિધા ઉમેરવાની ક્ષમતા ધરાવે છે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એ અત્યાધુનિક વાયરલેસ નેટવર્ક, ઉત્કૃષ્ટ સેન્સર્સ અને ક્રાંતિકારી કોમ્પ્યુટિંગ ટેક્નોલોજી ધરાવે છે. આગામી પ્રગતિમાં તે ઉત્તમ તક બની શકે છે. IoT એપ્લિકેશન્સ રોજબરોજની અબજો પ્રોડક્ટમાં કોમ્યુનિકેશન અને ઇન્ફોર્મેશન પૂરું પાડી શકે છે.
 
તાજેતરના વર્ષોમાં બિઝનેસ વિશ્વમાં ટેક્નિકલ સિદ્ધાંતો અંગે ભારે ચર્ચા શરૂ થઈ છે, જેમ કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT). તેવી જ રીતે અસંખ્ય આગાહીઓએ બદલાતા રહેતા પરિણામો પૂરા પાડ્યા છે અને તે બહુ રસપ્રદ હોય છે. જોકે, આટલા બધા સંભવિત સ્માર્ટ ઉપયોગના કારણે IoT નોંધપાત્ર પ્રમાણમાં સફળ પૂરવાર થયું છે અને તેણે બિઝનેસની કામગીરી તથા મેનેજમેન્ટ એપ્લિકેશન્સમાં વધારો કર્યો છે. IoT એ નોંધપાત્ર રીતે સાબિત કર્યું છે કે બિઝનેસિસ વાસ્તવમાં સરળતાથી કામગીરી અને સંચાલન કરી શકે છે.
 
ચર્ચા કરવામાં આવી તેમ IoT બિઝનેસની કામગીરીને સરળ બનાવે છે, તે માર્કેટિંગ, સેલ્સ, સપ્લાય ચેઇન, ઓપરેશન્સ અને બીજા ઘણા વિભાગીય કામો તથા પ્રોજેક્ટને સરળ કરે છે. વિશ્વ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) સાથે જોડાઈ રહ્યું છે ત્યારે સર્જવામાં આવતા અને શેર કરવામાં આવતા ડેટાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. તેનાથી સપ્લાય ચેઈન, લોજિસ્ટિક્સ, હેલ્થકેર અને કામગીરી પર હકારાત્મક અસર પડશે જેનાથી તે વધુ સારી રીતે જોડાયેલા રહેશે અને સુયોગ્ય રીતે કામ કરશે.
 
કોવિડ 19 મહામારીમાં  IoTની ઉપયોગીતા:
ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) એ પોતાની જાતને શૈક્ષણિક અને ઔદ્યોગિક શાખાઓ, ખાસ કરીને હેલ્થકેરમાં મહત્ત્વના રિસર્ચના વિષય તરીકે સ્થાપિત કર્યું છે. ટેક્નોલોજિકલ, આર્થિક અને સામાજિક પાસાનું સંકલન કરીને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ક્રાંતિ આધુનિક હેલ્થકેર સિસ્ટમને નવો આકાર આપી રહ્યું છે. તે આરોગ્ય સેવાઓને પરંપરાગતમાંથી વધારે પર્સનલાઇઝ્ડ સિસ્ટમ તરફ પરિવર્તિત કરે છે જેથી નિદાન, સારવાર અને દર્દીઓને ટ્રેક કરવાનું કામ સરળ બને છે.
 
રોગચાળાની શરૂઆત થઈ ત્યારથી જ સંશોધનકર્તાઓ વૈશ્વિક જોખમોનો સામનો કરવા માટે વિવિધ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા સતત સક્રિય છે. આ ક્ષેત્રમાં IoT એક મહત્ત્વની ચીજ છે. કોવિડ-19ની વાત કરીએ તો IoT સંચાલિત ડિવાઇસિસ/એપ્લિકેશન્સ દ્વારા વહેલા ડિટેક્શન, સ્પર્શ રહીત વાતાવરણ, દર્દીના મોનિટરિંગ અને દર્દીની રિકવરી માટે નિર્ધારિત પ્રોટોકોલનું પાલન કરીને કોવિડ-19 ફેલાવાનું જોખમ ઘટાડી શકાય છે.
હાલમાં વિશ્વ કોવિડ-19 રોગચાળાનો સામનો કરે છે, પરંતુ આ રોગચાળાને અંકુશમાં લેવા માટે વિવિધ ઇનોવેશનનો ઉપયોગ થાય છે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT)નો ઉપયોગ હવે તમામ ઉદ્યોગોમાં સામાન્ય થઈ ગયો છે, તે પણ આવું એક ઇનોવેશન છે. પરિણામે IoT ટેક્નોલોજી તમામ ઉદ્યોગો માટે બહુ ઉપયોગી છે અને તે કાર્યક્ષમ છતાં વ્યવહારૂ રીતે બિઝનેસના પડકારોનો સામનો કરવા માટે અત્યાધુનિક સોલ્યુશન પૂરાં પાડે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં જવેલર્સની દુકાનમાં હાથ ફેરો કરતી યુવતીને લોકોએ થાંભલા સાથે બાંધીને બેરહેમીથી ફટકારી