Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

HDFC બેંકે અમદાવાદ સહિત 19 શહેરમાં શરૂ કરી આ સેવા, લોકોને નહી પડે અગવડ

HDFC બેંકે અમદાવાદ સહિત 19 શહેરમાં શરૂ કરી આ સેવા, લોકોને નહી પડે અગવડ
, સોમવાર, 26 એપ્રિલ 2021 (19:29 IST)
કોવિડ-19ના વધી રહેલા કેસ અને દેશના વિવિધ હિસ્સાઓમાં લાદવામાં આવેલા પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને એચડીએફસી બેંકે આજે લૉકડાઉન દરમિયાન ગ્રાહકોને મદદરૂપ થવા સમગ્ર ભારતમાં મોબાઇલ ઑટોમેટેડ ટેલર મશીન્સ (ATMs) ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. પ્રતિબંધિત / સીલ કરવામાં આવેલા વિસ્તારોમાં મૂકવામાં આવેલા મોબાઇલ એટીએમ સામાન્ય લોકોને રોકડ ઉપાડવા માટે તેમના વિસ્તારમાંથી બહાર જવાની જરૂરિયાત દૂર કરી દેશે.
webdunia
ગત વર્ષે લૉકડાઉન દરમિયાન એચડીએફસી બેંકે 50 શહેરમાં મોબાઇલ એટીએમને સફળતાપૂર્વક ઉપલબ્ધ કરાવ્યાં હતાં અને લાખો ગ્રાહકોને તેમની તાત્કાલિક જરૂરિયાતોને પૂરી કરવા માટે રોકડની સુવિધા પૂરી પાડી હતી.
 
ગ્રાહકો આ મોબાઇલ એટીએમનો ઉપયોગ કરીને 15 પ્રકારના ટ્રાન્ઝેક્શન કરી શકે છે, જે એક ચોક્કસ સમયગાળા માટે પ્રત્યેક સ્થળે સંચાલિત થશે. મોબાઇલ એટીએમ એક દિવસમાં 3થી 4 સ્ટોપને આવરી લેશે. 
 
એટીએમ માટે લોકોને લાઇનમાં ઊભા રાખતી વખતે સામાજિક અંતર સંબંધિત તમામ જરૂરી સાવચેતી રાખવામાં આવી રહી છે તથા સ્ટાફ અને ગ્રાહકોની સુરક્ષાની ખાતરી કરવા માટે સેનિટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે.
 
એચડીએફસી બેંક ખાતે લાયેબિલિટી પ્રોડેક્ટ્સ, થર્ડ પાર્ટી પ્રોડક્ટ્સ અને નોન-રેસિડેન્ટ બિઝનેસના ગ્રૂપ હેડ શ્રી એસ. સંપથકુમારે જણાવ્યું હતું કે, ‘અમને આશા છે કે, જે લોકો પોતાનો વિસ્તાર છોડીને બહાર જવાનું સાહસ ખેડ્યાં વગર મૂળભૂત નાણાકીય સેવાઓ મેળવવા માંગે છે, તેમના માટે મોબાઇલ એટીએમ આશીર્વાદરૂપ બની રહેશે. 
 
આ કપરાં સમયમાં કોવિડ-19ના પ્રસાર સામે લડત આપવામાં આપણે સૌ એકબીજા સાથે ખભાથી ખભો મિલાવીને ઊભા હોવાથી અમે સૌ કોઇને #Stay Home and #Stay Safe રાખવામાં અમારું યોગદાન આપવા માંગીએ છીએ. આ સેવા રોગચાળા સામે અથાક લડત આપી રહેલા તમામ સ્વાસ્થ્ય કાર્યકરો તથા અન્ય આવશ્યક સેવાઓ પૂરી પાડનારાઓને પણ મદદરૂપ થશે.’

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Live IPL 2021 PBSK vs KKR - ટૂર્નામેંટમાં બની રહેવા માટે KKR ને જીતની જરૂરિયાત છે આ છે PBKS અને KKR ની પ્લેઈંગ XI