Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતમાં આજથી મોંઘુ પડશે પેટ્રોલ-ડીઝલ, જાણો નવી કિમંતો

ગુજરાતમાં આજથી મોંઘુ પડશે પેટ્રોલ-ડીઝલ, જાણો નવી કિમંતો
, મંગળવાર, 16 જૂન 2020 (06:15 IST)
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. Rs 5  નો વધારો થયો છે. તો બીજી બાજુ ગુજરાતના લોકો માટે આ વધુ મોંઘુ થઈ ગયું છે. રાજ્ય સરકારે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટર દીઠ 2-2 રૂપિયા વધારો કર્યો છે. નવા દરો આજથી લાગુ થઈ ગયા છે 
 
ગુજરાતમાં ગઈકાલ સુધી પેટ્રોલ 72 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 70 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઇ રહ્યું હતુ . હવે રાજ્ય સરકારના આ નિર્ણય બાદ પેટ્રોલ Rs 74 રૂપિયા અને ડીઝલ 72 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયુ છે. 
 
સોમવાર મધ્યરાત્રિથી ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં લિટરદીઠ રૂપિયા બેનો વધારો થશે. આ જાહેરાત રાજ્યના નાયબમુખ્ય પ્રધાન નીતિન પટેલે કરી હતી.ન્યૂઝ એજન્સી પીટીઆઈ (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા)ના રિપોર્ટ મુજબ સતત નવ દિવસમા પેટ્રોલના ભાવમાં લિટરદીઠ 48 પૈસા (કુલ રૂ. પાંચ) અને ડીઝલના ભાવમાં 23 પૈસા (કુલ રૂ. 4.87)નો વધારો કરવામાં આવ્યો છે.
 
ગુજરાત સરકારના કહેવા પ્રમાણે કોરોનાના કારણે અલગ-અલગ આવકમાં ઘટાડો થવાનો હોય આ વધારો કરવો જરૂરી હતો તથા આમ છતાં રાજ્યમાં પ્રવર્તમાન દર પડોશી રાજ્યોની સરખામણીએ ઓછા છે.વિપક્ષ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 'શરમ કરો લૂંટેરી સરકાર'ના હૅશટૅગ સાથે કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કર્યો તો અર્થશાસ્ત્રના નિષ્ણાતો ખર્ચના મુદ્દે સવાલ ઉઠાવે છે.
 
આવક, વેરો અને ભથ્થું
 
ગુજરાત સરકારનું કહેવું છે કે કોરોનાના કારણે ખર્ચ વધ્યો છે અને લૉકડાઉન જેવાં પગલાંને કારણે કરવેરામાંથી થતી આવક ઘટી છે.
પટેલના કહેવા પ્રમાણે, "કોરોનાને કારણે સ્ટેમ્પ ડ્યુટી (રૂ. ચાર હજારથી રૂ. 4,300 કરોડ), મોટરવાહન કરમાં (રૂ. 1800થી રૂ. બે હજાર કરોડ), વીજકરમાં (રૂ. 1,300 કરોડ) ઘટાડો થવાનો અંદાજ છે."
 
"જેની સામે જો પેટ્રોલ-ડીઝલનો રાબેતા મુજબ વપરાશ થાય તો રૂ. 1500-1800 કરોડની આવક રાજ્ય સરકારની તિજોરીને થાય તેમ છે."
 
આ સિવાય રાજ્ય સરકારની કૉર ગ્રૂપની બેઠકમાં માર્ચ-2021 સુધી મંત્રીઓ તથા ધારાસભ્યોના વેતનમાં 30 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે, ઉપરાંત રાજ્ય સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું મોકૂફ કરી દેવાનો નિર્ણય લેવાયો હતો.પટેલે ગુજરાત સરકારના પગલાને તર્કસંગત ઠેરવવા માટે પત્રકારપરિષદમાં પાડોશી રાજ્યમાં પ્રવર્તમાન પેટ્રોલના ભાવ તથા રાજ્યમાં પ્રવર્તમાન દરને રજૂ કર્યા હતા.
 
કોરોનાનાં કહેર, મંદીના માર અને મોંઘવારીની
 
કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર ઉપર સવાલ ઉઠાવતાં ટ્વીટ કર્યું, 'ધનિકોને જે ભેટો મળે છે, તેની કિંમત ગરીબો અને મધ્યમવર્ગ ચૂકવે છે.' આ સાથે જ તેમણે હૅશટૅગ 'શરમ કરો લૂંટેરી સરકાર' મૂક્યું.
 
કૉંગ્રેસના દાવા પ્રમાણે, તેના નેતૃત્વવાળી યુ.પી.એ. (યુનાઇટેડ પ્રૉગ્રેસિવ અલાન્સ)એ સત્તા છોડી તેની સરખામણીએ અત્યારે ક્રૂડઑઈલ 66 ટકા જેટલું સસ્તું છે, છતાં પેટ્રોલ પરની ઍક્સાઇઝ ડ્યૂટી 258 ટકા અને ડીઝલ પરની ડ્યૂટી (820 ટકા) વધુ છે. પેટ્રોલ લિટરદીઠ રૂ. 4.85 અને ડીઝલ લિટરદીઠ રૂ. 19.13 મોંઘું છું.
 
તેમના ટ્વીટને રી-ટ્વીટ કરીને ગુજરાતમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પેટ્રોલ પમ્પને 'જનતાને લૂંટવાનું નવું સરનામું' ગણાવ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભૂકંપના બીજા દિવસે ગુજરાતમાં 14 આફ્ટરશોક્સથી લોકોમાં ભય ભેલાયો