Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો

સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો
, બુધવાર, 10 જૂન 2020 (10:49 IST)
ઓઇલ કંપનીઓએ બુધવારે પેટ્રોલના ભાવમાં લિટર દીઠ 40 પૈસા અને ડીઝલના ભાવમાં 45 પૈસા વધારો કર્યો છે. તેલ કંપનીઓની સમીક્ષા  82 દિવસ સુધી  મુલતવી રાખ્યા બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત ચોથા દિવસે વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા મંગળવારે પેટ્રોલમાં પ્રતિ લિટર 54 પૈસા અને ડીઝલમાં 58 પૈસા પ્રતિ લિટર વધારો કરવામાં આવ્યો હતો.
 
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા ઘટાડાનો લાભ ગ્રહણ કરવા સરકારે 14 માર્ચે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લિટર વધારો કર્યો હતો, ત્યારબાદ તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઈઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (બીપીસીએલ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) એ દૈનિક કિંમતોની સમીક્ષા પર રોક લગાવી દીધી હતી. 
 
અનલોક લાગુ થવાની સાથે છેલ્લા ઘણાં સમયથી બંધ રહેલા ધંધા-રોજગાર તેમજ અન્ય વ્યવહારો શરૂ થવાની સાથે પેટ્રોલ-ડીઝલની માંગ વધી છે.  જેને લઇને હવે ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ સતત વધારો કરવામાં આવી રહ્યો છે.
 
છેલ્લા 5 દિવસથી ઈંધણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં પેટ્રોલમાં 1.87 રૂપિયાનો વધારો જ્યારે ડીઝલના ભાવમાં 1.90 રૂપિયા જેટલો વધારો થયો છે. આજે પણ પેટ્રોલના ભાવમાં 37 પૈસા અને ડીઝલના ભાવમાં 31 પૈસાનો વધારો થયો છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં કોરોના વાયરસના 21,044 કેસ નોંધાયા, કુલ મૃત્યુઆંક 1313 થયો