Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarat Budget - 60થી વધુ વયના વૃદ્ધોને રૂ.1 હજાર પેન્શન, યુક્રેન સંકટને ધ્યાનમાં રાખતા ત્રણ નવી મેડિકલ કોલેજની જાહેરાત

Webdunia
ગુરુવાર, 3 માર્ચ 2022 (15:08 IST)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે પ્રજાલક્ષી અને સર્વ સમાવેશી બજેટ હશે, લોકોની અપેક્ષા પૂર્ણ કરનારું બજેટ રહેશે. બજેટ પૂર્ણ થયા પહેલાં જો કોઈ મીડિયા માહિતી આપશે તો ઔચિત્યભંગનો ગુનો ગણાશે. પહેલીવાર નાણાં વિભાગે આ પ્રકારનો આદેશ કર્યો છે.

-  કોઈ નવો કરવેરો નહીં લાદે, યુક્રેનમાં વિદ્યાર્થીઓ ફસાયા બાદ હવે ત્રણ નવી મેડિકલ કોલેજની જાહેરાત
- 80 વર્ષથી વધુની વયના વૃદ્ધોને 1250 અને 60થી વધુ વયના વૃદ્ધોને રૂ.1 હજાર પેન્શન
- જસદણ, લીંબાયત, પાલિતાણા, બગસરામાં નવી કોલેજો શરૂ કરાશે.
-  4 હજાર ગામોને ફ્રી વાઇફાઈની સુવિધા અપાશે.
-  સુરેન્દ્રનગર ખાતે આયુર્વેદિક કોલેજ, નવસારી જિલ્લાના બીલીમોરામાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ઊભી કરાશે.
-  - મોરબીમાં 400 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાનો ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક સ્થાપવામાં આવશે.
પીએચડી કરતા વિદ્યાર્થીઓને રૂ.1 લાખની સહાય.

ગુજરાત બજેટ 2022 આજે રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ 2 લાખ 43 હજાર 965 કરોડ બજેટ રજૂ કર્યું છે
 
સમગ્ર દેશમાં કોરોનામાં 177 કરોડથી વધુ રસી નિઃશુલ્ક આપી છે. પડકારો અમને હંફાવી ન શક્યા અમે પરિશ્રમથી પ્રગતિની કેડી કંડારી છે અમે અમૃતકાળની વાત પકડી છે
.
માથાદીઠ આવક 20 વર્ષમાં 19,823 થી વધીને 2,14,809 થઈ છે. ગૌ સંવર્ધન માટે ખાનગી સંસ્થા કામ કરી રહી છે. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત કરી હતી. જેના માટે 500 કરોડની ફાળવણીની જાહેરાત કરી છે.
સ્કૂલ ઓફ એક્સિલન્સ શરૂ કરવાની જાહેરાત. જેના માટે 10 હજાર કરોડની ફાળવણી.
કચ્છમાં મોટા ચેકડેમ બનાવવા 65 કરોડ
બનાસકાંઠામાં સિંચાઈનો લાભ આપવા 70 કરોડ
ધરોઈ બંધ પરિક્ષેત્રને પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવા 200 કરોડ
અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારના ગામોને સિંચાઈ માટે 25 કરોડ
કૃષિ વિભાગ માટે રૂ.7737 કરોડની જોગવાઈ
રાજ્યમાં પ્રાકૃત્તિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરાશે
જળ સંપત્તિ વિભાગ માટે રૂ.5339 કરોડની​​​​​​​ જોગવાઈ
પાણી પુરવઠા વિભાગ માટે રૂ.5451 કરોડની જોગવાઈ
આરોગ્ય વિભાગ માટે રૂ.12240 કરોડની જોગવાઈ
શિક્ષણ વિભાગ માટે રૂ.34884 કરોડની જોગવાઈ
સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ માટે રૂ.500 કરોડ
મહિલા, બાળ વિકાસ વિભાગ માટે રૂ.4976 કરોડ
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે રૂ.500 કરોડ
ગૌશાળા, પાંજરાપોળ નિભાવ ખર્ચ માટે રૂ.500 કરોડ
ખેડૂતોને રવિપાક માટે વ્યાજ સહાય યોજના
સુપોષિત માતા, સ્વસ્થ બાળ યોજના જાહેર, રૂ.4000 કરોડની જોગવાઈ
ધાત્રી માતાને 1000 દિવસ સુધી અપાશે રાશન. 1 કિલો તુવેરદાળ, લીટર તેલ, 2 કિલો ચણા અપાશે
ગૃહ વિભાગ માટે રૂ.8325 કરોડની જોગવાઈ
ગૃહવિભાગમાં વિવિધ સંવર્ગની 1094 જગ્યા ઉભી કરાશે
સુરત અને ગિફ્ટ સીટીમાં નવા પોલીસ મથક બનશે
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે રૂ.1526 કરોડ

 
સામાજિક ન્યાય, અધિકારિતા વિભાગ માટે રૂ.4782 કરોડ
કાયદા વિભાગ માટે રૂ.1740 કરોડની જોગવાઈ
આદિજાતિ વિભાગ માટે રૂ.2909 કરોડની જોગવાઈ
પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે રૂ.9048 કરોડ
શહેરી વિકાસ વિભાગ માટે રૂ.14297 કરોડ
ઉદ્યોગ વિભાગ માટે રૂ.7030 કરોડની જોગવાઈ
પ્રવાસન વિભાગ માટે રૂ.465 કરોડની જોગવાઈ
વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ માટે રૂ.670 કરોડ
ખેડૂતો માટે વ્યાજ સહાય માટે નવી યોજના
ખેડૂતોને રવિ અને ઉનાળુ પાક માટે વ્યાજ સહાય આપવા નવી યોજનાની જાહેરાત
 
કોંગ્રેસનું વિરોધપ્રદર્શન
બજેટસત્રના બીજા દિવસે વિધાનસભા બહાર વિપક્ષ નેતા સુખરામ રાઠવાની આગેવાનીમાં કોંગ્રેસે વિરોધપ્રદર્શન કર્યું હતું, જેમાં તાપી-પાર-નર્મદા લિંક પ્રોજેક્ટ રદ કરવાની માગણી કરવામાં આવી હતી.

નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાત વિધાનસભા ખાતે વર્ષ૨૦૨૨-૨૦૨૩નુ અંદાજપત્ર રજૂ કરવા આવીપહોચ્યા એ વેળાની તસ્વીર. નાણામંત્રીશ્રીએ રેગ્યુલર બેગની જગ્યાએ ખાસ પ્રકારનો લાલ રંગનુ બોકસ બજેટ ભાષણ માટે રાખવામા આવ્યુ છે. આ બોકસ ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખસમી વારલી પેઈન્ટીગ અને કચ્છની ભાતીગળ બોર્ડર અંકિત કરેલી છે. સાથે ભારતના રાજચિન્હ અશોક સ્તંભને દર્શાવેલ છે આમ આઝાદીના અમૃત મહોત્સવ સાથે આદિવાસી સમાજની આગવો ઓળખને પણ સાકળવામાં આવી છે
રાજયના વિધાનસભાની ચૂંટણી આ વર્ષે આવી રહીં છે ત્યારે ભાજપે વિધાનસભાની 182 પૈકી 182 બેઠક મેળવવાનું લક્ષ્ય જાહેર કર્યુ છે. વિધાનસભાની ગ્રામ્ય વિસ્તારની 122 બેઠકને પ્રભાવિત કરવા માટે સરકાર વિવિધ યોજનાઓ લાવી રહીં છે.આ પૈકી સૌથી મોટી કહીં શકાય તેવી વગર વ્યાજની રૂ. 3 લાખની શોર્ટ ટર્મ ક્રોપ્સ લોનની યોજનાનું કદ વિધાનસભા સત્ર દરમિયાન વધારી રહીં હોવાનું સુત્રોનું કહેવું છે.
 
-  આ સત્રમાં સૌથી મહત્વની બાબત એ છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું પ્રથમ બજેટ, નાણામંત્રી કનુભાઈ દેસાઈનું પણ પ્રથમ બજેટ, સાથે સાથે વિપક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાનું પણ પહેલું બજેટ છે. ત્યારે વલસાડ જિલ્લાની પારડી બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કનુભાઈ દેસાઈને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કેબિનેટ મંત્રી છે. જેમાં ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કનુભાઈ દેસાઈને નાણા વિભાગ જેવું મહત્વનું ખાતુ ફાળવવામાં આવ્યું છે. તેમાં કનુ દેસાઈ આ વખતે પ્રથમ વખત બજેટ રજૂ કરશે.
 
-  ગુજરાત રાજ્યનું પહેલું બજેટ 22 સપ્ટેમ્બર 1960ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્યના પહેલા બજેટનું કદ રૂ. 114.92 કરોડ હતી.  મહારાષ્ટ્રમાંથી ગુજરાત છૂટુ પડ્યા બાદ અસ્તિત્વમાં આવેલા ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન જીવરાજ મહેતાએ રાજ્યનું બજેટ રજૂ કર્યુ હતુ. કામચલાઉ વિધાનસભા અમદાવાદ ખાતેથી પ્રથમ બજેટ રજૂ કરાયુ હતુ. જેમાં મહેસુલી આવક 54 કરોડ 25 લાખની આસપાસ હતી અને ખર્ચો 58 કરોડ 12 લાખ નજીક હતો. આમ બજેટમાં ખાદ્ય રૂપિયા 3 કરોડ 87 લાખ હતી. મળતી માહિતી મુજબ બજેટમાં પાઈએ પાઈનો હિસાબ બજેટમાં થતો હતો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

યોગી આદિત્યનાથે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પર નિવેદન આપ્યું

સ્પેનમાં આવેલા ભયાનક પૂર પછી રસ્તા પર ઉતર્યા લોકો

દિલ્હીમાં ‘અતિશય ખરાબ’ શ્રેણીમાં પહોંચ્યું પ્રદૂષણ, પાકિસ્તાનમાં પણ હવા ખરાબ

યુવકે પરિણીત યુવતીને હોટલમાં બોલાવી, કહ્યું- હું તારી સાથે છું..., પછી જે થયું તે માનવામાં નહીં આવે

હિજાબ પછી દાઢી પર હંગામો! કોલેજના નિયમોને લઈને કેમ થયો વિવાદ? મુખ્યમંત્રીએ દરમિયાનગીરી કરી

આગળનો લેખ
Show comments