પેટ્રોલ અને ડીજલના સતત વધી રહેલી કિંમતોના કારણે વિવાદોમાં ઘેરાયા પછી કેંદ્ર સરકારે આજે મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. સરકારે આજે પેટ્રોલ અને ડીજલમાં મોટી રાહત આપતા બેસિક એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી દીધી છે, જેના કારણે પેટ્રોલ અને ડીજલના ભાવમાં બે રૂપિયા પ્રતિ લિટરના ભાવમાં ઘટાડો કરાયો છે. નવા ભાવ મંગળવારે 12 વાગ્યા પછી લાગૂ પડશે. નાણાં મંત્રાલયે પોતાની ટ્વીટમાં કહ્યું છે કે આ આદેશ 4 ઑક્ટોબરથી લાગૂ થશે. નાણાં મંત્રાલયનું કહેવું છે કે આ પગલું ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાના લીધે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો રોકવા માટે ભરાયું છે.
નાણાં મંત્રાલયે પોતાના ટ્વિટર હેન્ડલથી માહિતી આપતા કહ્યું કે બેસિક એક્સાઇઝ ડ્યૂટીમાં કરાયેલ આ ઘટાડાથી સરકારની રેવન્યુમાં વાર્ષિક 26000 કરોડ રૂપિયાનું નુકસાન થશે. આ વર્ષના વધેલા મહિનાઓમાં આ નુક્સાન 13000 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે. મંત્રાલયનું કહેવું છે કે આ નિર્ણય સામાન્ય પ્રજાને રાહત પહોંચાડવાના ઉદ્દેશથી લેવાયો છે. ઉલ્લેખનીય છે કે તેલના વધતા ભાવને લઇને વિપક્ષ પણ ઘણા સમયથી સરકાર પર પ્રહારો કરે છે.