Gold rate today, 5th March 2024: ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, 10 ગ્રામ સોનું 924 રૂપિયા વધીને 64,404 રૂપિયા થઈ ગયું છે
મંગળવારે સોનાની કિંમત ઓલ ટાઇમ રેટ પર પહોંચી હતી. સોનાની કિંમતે નવો રેકોર્ડ બનાવ્યો છે. લગ્નની સિઝનમાં સોનાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારતીય બુલિયન માર્કેટમાં સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે.જ્યારે સોનું 64 હજારને પાર, ચાંદી 72 હજારને પાર પહોંચી ગઈ છે.
સોનાના ભાવમાં બે દિવસમાં 1050 રૂપિયાનો વધારો થયો છે
છેલ્લા બે દિવસમાં સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. સોનું સતત વધી રહ્યું છે. બે દિવસમાં સોનું 1050 રૂપિયા મોંઘુ થયું છે. લગ્નસરાની સિઝનમાં સોનાના ભાવમાં વધારો થતાં ખરીદદારોની ચિંતા વધી છે. માત્ર સોનું જ નહીં પરંતુ ચાંદીના ભાવમાં પણ સકારાત્મક પરિણામો દેખાવા લાગ્યા છે. ચાંદીનો ભાવ વધીને રૂ.1261 થયો હતો. મંગળવારે સોનું રૂ. 64404 પર ખુલ્યું હતું, જ્યારે ચાંદી રૂ. 72038 પર ખુલ્યું હતું.