Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મદદ માટે સામે આવ્યા મોટાભાઈ મુકેશ અંબાની

જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મદદ માટે સામે આવ્યા મોટાભાઈ મુકેશ અંબાની
, મંગળવાર, 19 માર્ચ 2019 (10:54 IST)
છેવટે મુસીબત સમયે ભાઈના કામ આવ્યો. સંકટની ઘડીમાં મોટાભાઈ મુકેશ અંબાનીએ નાના ભાઈ અનિલ અંબાનીને મદદ આપી અને એરિક્શનના 550 કરોડ રૂપિયાની બાકીની ચુકવણી કરવામાં મદદ કરી. તેનાથી અનિલ અંબાની પર જેલ જવાનુ જે સંકટ આવ્યુ હતુ તે ટળી ગયુ.  અનિલ અંબાનીએ યોગ્ય સમય પર મદદ કરવા માટે મોટાભાઈ મુકેશ અને ભાઈ નીતા અંબાનીનો ધન્યવાદ અને આભાર માન્યો. 
 
ઉલ્લેખનીય છે કે આ મમાલો અનિલના નેતૃત્વવાળી કમ્યુનિકેશંસ પર ટેલીફોન ઉપકરણ બનાવનારી સ્વીડનની કંપની એરિક્સનના લગભગ 550 કરોડ રૂપિયાના બાકીનો નિપટારા સાથે જોડાયેલ છે. હાઈકોર્ટના આદેશ મુજબ અનિલને મંગળવાર સુધી એરિક્સનની બાકી ચુકવવાની હતી નહી તો કોર્ટના અનાદર બદલ જેલ જવુ પડતુ. હાલ આરકોમએ સોમવાર સુધી સમયસીમા ખતમ થવાના એક દિવસ પહેલા જ એરિક્સનને 550 કરોડ રૂપિયાની બાકીની ચુકવણી કરી દીધી. 
 
 
અનિલ સાથે આરકૉમની બે એકમોના ચેયરમેન છાયા વિરાની અને સતીશ સેઠ પર જેવ લવાનો ખતરઓ મંડરાય ર્હયો હતો.  ગયા મહિને આ મામલાની સુનાવણી દરમિયાન હાઈકોર્તે બાકી ન ચુકવવાને જાણી જોઈને ચુકવણી ન કરવાનો મામલો બતવ્યો અને અંબાનીની કોર્ટની અવમાનનાના દોષી જોયા. સાથે જ કંપનીને આદેશ આપવામાં આવ્યો કે તે ચાર અઠવાડિયાની અંદર એરિક્સનની બાકીની ચુકવણી કરે કે અનિલ અંબાનીને ત્રણ મહિનાની જેલની સજા ભોગવે. 
 
બાકીની ચુકવણી કરવામાં યોગ્ય સમય પર મદદ માટે આરકૉમના પ્રવક્તાએ અનિલના હવાલાથી એક નિવેદનમાં કહ્યુ  "હુ મારા આદરણીય મોટાભાઈ મુકેશ અને ભાભી નેતાના આ મુશ્કેલ સમયમાં મારી સાથે ઉભા રહેવા અને મદદ કરવાનો આભાર માનુ છુ.  સમય પર હુ મદદ કરવા બદલ દિલથી આભાર વ્યક્ત કરુ છુ.   સમ અય પર આ મદદ કરીને તેમને પરિવારના મજબૂત મૂલ્યો અને પરિવારના મહત્વને રેખાંકિત કર્યા છે. હુ અને મારો પરિવાર અ અભારી છે કે અમે જૂની વાતોને પાછળ છોડીને આગળ વધી ચુક્યા છે અને તેમના આ વ્યવ્હારે મને અંદર સુધી પ્રભાવિત કર્યો છે. 
 
કંપનીના નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે આરકૉમે અરિક્સનના 550 કરોડ રૂપિયા નએ તેના વ્યાજની પુરી ચુકવણી કરી દીધી છે. એરિક્સને ચુકવણી કરવાના તરત પછી આરકૉમએ રિલાયંસ જિયો સાથે ટેલીકોમ સંપત્તિઓના વેચાણ માટે ડિસેમ્બર 2017માં કરવામાં આવેલ કરાર સમાપ્ત કરવાની જાહેરાત કરી દીધી. આ સોદો 17000 કરોડ રૂપિયાનો હતો. લગભગ 15મહિના પહેલા અનિલ અંબાનીએ રિલાયંસ કમ્યુનિકેશંસની સંપત્તિઓના વેચાણ  પોતાના મોટાભાઈ મુકેશ અંબાનીની કંપનીને કરવાનો કરાર કર્યો હતો.  બંને સમૂહોએ સોમવારે આ કરારને રદ્દ કરવાની જાહેરાત કરતા કહ્યુ કે સરકાર અને ઋણદાતાઓ તરફથી મંજૂરી મળવામાં મોડુ અને અનેક પ્રકારના અવરોધ આ સમજૂતી સમાપ્ત કરવામાં આવે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગોવાના મુખ્યમંત્રી બન્યા પ્રમોદ સાંવત- જાણો આયુર્વેદ ડાક્ટરથી મુખ્યમંત્રી સુધીની યાત્રા