Elon Musk: ટેસ્લા સીઈઓ એલન મસ્ક (Elon Musk) હાલ ખૂબ ચર્ચામાં છે. એલન મસ્કે તાજેતરમાં જ દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપનીઓમાંથી એક ટ્વિટરને ખરીદ્યુ છે. વર્તમાન દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. એલન મસ્કએ તાજેતરમાં જ દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપનીઓમાંથી એક ટ્વિટરને ખરીદ્યુ છે. બીજી બાજુ હવે એલમ મસ્કે એક નવુ ટ્વીટ કરીને કોકા-કોલા ખરીદવાની વાત કરી છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે.
એલન મસ્કે ગુરૂવારે સવારે ટ્વિટર પર ટ્વીટ કરીને કહ્યુ કે હવે હુ કોકા-કોલા ખરીદીશ જેથી કોકીન નાખી શકુ. એલન મસ્કના આ ટ્વીટ પર અડધો કલાકમાં જ 7 લાખથી વધુ લાઈક્સ આવી ચુક્યા છે તો બીજી બાજુ હજારો લોકોએ આ ટ્વીટ પર કમેંટ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે એલન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદ્યુ છે. માહિતી મુજબ એલન મસ્કે થોડા સમયે પહેલા ટ્વિટરની 9 ટકા ભાગીદારી ખરીદી હતી જ્યારબાદ હવે તેણે ટ્વિટરનુ 100 ટકા સ્ટેક મેળવી લીધુ છે.
ટ્વિટરમાં થશે ફેરફાર
એલને ટ્વિટર ખરીદ્યા પછી કહ્યું કે ટ્વિટર એ ડિજિટલ ટાઉન સ્ક્વેર છે જ્યાં માનવતા વિશે વાત કરવામાં આવે છે અને તેની ચર્ચા થાય છે. અમે ટ્વિટરને નવી અને વધુ સારી સુવિધાઓ સાથે આગળ વધારવા માંગીએ છીએ. અગાઉ, તેણે કહ્યું હતું કે સમગ્ર ટ્વિટર પર એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન હોવું જોઈએ જેથી કરીને અન્ય કોઈ તમારો મેસેજ વાંચી ન શકે.