રેશન કાર્ડનો નવો નિયમઃ જો તમે પણ રેશન કાર્ડ(Ration Card Holder) ધારક છો તો આ સમાચાર તમારા માટે ખૂબ કામના છે. સરકાર દ્વારા અમુક શરતો હેઠળ રેશનકાર્ડ સરન્ડર કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. આ નિયમોની અવગણના તમને મોંઘી પડી શકે છે અને તમને દંડ થઈ શકે છે. એટલું જ નહીં તમારી સામે કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે.
પાત્ર કાર્ડ ધારકોને નથી મળી રહ્યુ અનાજ
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી (Covid-19)દરમિયાન સરકારે ગરીબ પરિવારોને મફત અનાજ આપવુ શરૂ કર્યુ હતુ. સરકાર તરફથી શરૂ કરવામાં આવેલી આ વ્યવસ્થા ગરીબ પરિવારોમાટે હજુ પણ લાગુ છે. પણ સરકારની જાણકારીમાં આવ્યુ છે કે અનેક રેશન કાર્ડ ધારક આ માટે પાત્ર નથી છતા તેઓ ફ્રી અનાજનો લાભ ઉઠાવી રહ્યા છે અને બીજી બાજુ જે પાત્ર છે તેવા અનેક કાર્ડ ધારકોને આનો ફાયદો મળી રહ્યો નથી.
શુ છે નિયમ
જો કોઈની પાસે 100 ચોરસ મીટરથી વધુનો પ્લોટ, ફ્લેટ કે મકાન, ફોર વ્હીલર અથવા ટ્રેક્ટર, ગામમાં બે લાખ અને શહેરમાં ત્રણ લાખથી વધુની પારિવારિક આવક હોય તો એવા લોકોએ પોતાના કાર્ડ તાલુકા કે ડીએસઓ કાર્યાલયે સરેન્ડર કરવાનું રહેશે.
આ પરિવારો રેશન કાર્ડ મેળવાને પાત્ર નહી
ઉલ્લેખનીય છે કે જે પરિવારની કુલ આવક 15 હજાર રૂપિયાથી વધુ છે, તે પરિવારમાં ફોર વ્હીલર, એસી, ટ્રેક્ટર, ટ્રક, કમ્બાઈન, જેસીબી હોય તે અયોગ્ય ગણાશે. આ સાથે, જેઓ ભૂતપૂર્વ સૈનિકો, અર્ધલશ્કરી, નિવૃત્ત પેન્શન કર્મચારીઓ છે તેઓ પણ સસ્તા રાશન માટે પાત્ર નહીં રહે. 2 હેક્ટર સિંચાઈવાળી જમીન અને વાર્ષિક આવક પર ટેક્સ ભરનારા લોકો પણ અયોગ્ય રહેશે.
તપાસ બાદ થશે કાર્યવાહી:
જે કોઈ નિયમોનું ઉલ્લંઘન કરતું હશે તેવા લોકોને રાશન કાર્ડ સરેન્ડર કરવાનું કહેવામાં આવ્યું છે. તો આવા કાર્ડ સરેન્ડર નહીં કરવામાં આવે તો તપાસ બાદ તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે..
થશે વસૂલી
જાણકારી અનુસાર જો આવા રાશન કાર્ડ સરેન્ડર નહીં કરવામાં આવે તો તેને રદ્દ કરવામાં આવશે. સાથે જ આ પરિવાર સામે કાયદાકીય કાર્યવાહી થશે. અને તે જ્યારથી રાશન લઈ રહ્યો છે ત્યારથી રાશનની વસૂલી પણ કરવામાં આવશે.
અયોગ્ય રીતે રાશન કાર્ડ ધરાવતા લોકોના કારણે પાત્ર લોકોને રાશન નથી મળી રહ્યું. એવામાં સરકારે લોકોને અપીલ કરી છે કે, રાશન કાર્ડ સરેન્ડર કરી દે. જેથી જરૂરિયાતમંદ પરિવારોને મદદ મળી શકે.