Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

કોરોનાકાળમાં પણ હીરા ચમક ફીકી પડી નહી, બે વર્ષમાં કૃત્રિમ હીરાની નિકાસમાં થયો આટલો વધારો

કોરોનાકાળમાં પણ હીરા ચમક ફીકી પડી નહી, બે વર્ષમાં કૃત્રિમ હીરાની નિકાસમાં થયો આટલો વધારો
, ગુરુવાર, 23 સપ્ટેમ્બર 2021 (13:58 IST)
એપ્રિલમાં દેશભરમાં પોલીસ હીરાના નિર્યાતમાં 37 ટકાનો વધારો થયો હતો અને પ્રયોગશાળામાં પોલિશ કરવામાં આવેલા હીરામાં 307 ટકાનો વધારો થયો હતો. જીજેઇપીસી દ્વારા જાહેર કરવામાં આવેલા સુરત રીઝનને એપ્રિલ 2021 માટે આપેલા 2198 નિર્યાતમાં 154 વધીને 3,327 કરોડ રહ્યો, જેમાં સુરતના 80% અને સૌરાષ્ટ્ર ગુજરાત ક્ષેત્રમાંથી 20 ટકા યોગદાન રહ્યું હતું. 
 
જેમ એન્ડ જ્વેલરી એક્સપર્ટ પ્રમોશન કાઉન્સિલ દર વર્ષે ક્ષેત્રના હિસાબથી નિર્યાત લક્ષ્ય નક્કી કરે છે. આ વર્ષે ગુજરાત ક્ષેત્રને 2.62 લાખ કરોડના નિર્યાતનો ટાર્ગેટ રાખ્યો હતો.  જેમાં એપ્રિલના પ્રદર્શન પર ચર્ચા થઇ. ગુજરાતે એપ્રિલ માટે 2198 કરોડનો ટાર્ગેટ રાખ્યો હતો. જ્યારે નિર્યાત 154 ટકા વધીને 3,327 થઇ હતી. 
 
ગત નાણાકીય વર્ષ 2019-20ના શરૂઆતના ચાર મહિના એપ્રિલથી જુલાઈ દરમિયાન સુરતનો લેબગ્રોન ડાયમંડની નિકાસ 121 મિલિયન યુએસ ડોલર હતી જે વર્ષ 2021-22ના શરૂઆતના ચાર મહિનામાં 369 મિલિયન યુએસ ડોલર પર પહોંચી ગયો છે.
 
ગત થોડા સમયમાં લેબગ્રોન ડાયમંડની નિકાસ 304 ટકા વધી છે. અગાઉ શહેરમાં માત્ર 20 હીરા વેપારીઓ લેબગ્રોન હીરા સાથે સંકળાયેલા હતા. હવે તેની સંખ્યા 800ને પાર થઈ ગઈ છે.
 
બે વર્ષમાં કૃત્રિમ હીરાની નિકાસમાં 304 ટકાનો ઉછાળો આવ્યો છે. સુરતના લેબગ્રોન ડાયમંડના 800થી વધુ યુનિટોમાં 1.5 લાખથી વધુ લોકો કામ કરે છે. જે લોકો પહેલાં કુદરતી હીરાના કારખાનામાં કામ કરતા હતા તે હવે લેબગ્રોન ડાયમંડના યુનિટોમાં કામ કરી રહ્યા છે. સુરતમાં કુદરતી હીરાના લગભગ 6000 યુનિટ આવેલાં છે.
 
યૂરોપીય દેશોમાં સારી માંગના કારણે નિર્યાતમાં વધારો થયો છે. કોરોનાના કારણે ગ્રહણ પણ હીરાની ચમકને ઓછી કરી શકી નથી. તેના વિરૂદ્ધ હીરા ઉદ્યોગમાં ગત બે વર્ષોમાં તેજી જોવા મળી છે. કારણ કે વિદેશોમાં હીરા અને હીરાના આભૂષણોની માંગ વધી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હવે દરેકને સરળતાથી મળશે ક્રેડિટ કાર્ડ, HDFC Bank એ મિલાવ્યો Paytm સાથે હાથ