એચડીએફસી બેંક તથા વપરાશકર્તાઓ અને વેપારીઓ(1)માટેની ભારતની અગ્રણી ડિજિટલ ઇકોસિસ્ટમ પેટીએમએ આજે વિઝાથી સંચાલિત થતાં ક્રેડિટ કાર્ડ્સની વ્યાપક રેન્જ લૉન્ચ કરવાની તેમની યોજનાની જાહેરાત કરી હતી.આ પ્રકારના પ્રથમ ગઠબંધન પાછળનો ઉદ્દેશ્ય, 21મી સદીની યુવા પેઢી, વ્યવસાયના માલિકો અને વેપારીઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરી ગ્રાહકોના વિવિધ સેગમેન્ટને વિવિધ નાણાકીય સેવાઓની વ્યાપક શ્રેણી પૂરી પાડવાનો છે.
આ ક્રેડિટ કાર્ડ્સને,ક્રેડિટ કાર્ડનો નવોસવો ઉપયોગ શરૂ કરનારાઓથી માંડીને તેના ઉપયોગમાં માહેરહોય તેવા રીટેઇલ ગ્રાહકોની અલગ-અલગ જરૂરિયાતોને પૂરી કરવા માટે કસ્ટમાઇઝ કરવામાં આવશે તથા વપરાશકર્તાઓ માટે શ્રેણીમાં શ્રેષ્ઠ હોય તેવા રીવૉર્ડ્સ અને કૅશબૅક પણ પૂરાં પાડવામાં આવશે. ક્રેડિટ કાર્ડ્સની આ નવી સુવિધા નાના વેપારીઓને પણ સુવિધાજનક બની રહેશે.
ઑક્ટોબર 2021માં આ કાર્ડને લૉન્ચ કરવાનું આયોજન છે, જેથી તહેવારોની સીઝનમાં ક્રેડિટ કાર્ડની ઑફરો, ઇએમઆઈ અને બાય નાઉ પે લેટર જેવા વિકલ્પોની ગ્રાહકોની સંભવિત ઊંચી માંગને પહોંચી વળી શકાય. વળી, આ ઉત્પાદનોના સંપૂર્ણ સમુહને ડિસેમ્બર 2021ના અંત સુધીમાં લૉન્ચ કરી દેવામાં આવશે.5.1 કરોડથી વધુ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને પ્રીપેઇડ કાર્ડ્સ તથા માર્કેટના દરેક સેગમેન્ટને સેવા પૂરી પાડી રહેલાં 20 લાખથી વધુ વેપારીઓનીસાથે ભારતમાં કાર્ડ્સ પર ખર્ચવામાં આવતો દર ત્રીજો રૂપિયો એચડીએફસી બેંકના કાર્ડ મારફતે ખર્ચવામાં આવે છે.આમ, એચડીએફસી બેંકે ભારતમાં તેના વપરાશને વધારવામાં વર્ષોથી ઘણી નોંધપાત્ર ભૂમિકા ભજવી છે.
આ સહભાગીદારી કરવા પાછળનો ઉદ્દેશ્ય એકબીજાની ક્ષમતાનો લાભ ઉઠાવીને ગ્રાહકોને ચઢિયાતા મૂલ્ય અને અનુભવ પૂરાં પાડવાનો છે. તેમની આ ક્ષમતાઓ આ મુજબ છેઃ ભારતમાં ક્રેડિટ કાર્ડના અગ્રણી જારીકર્તા તરીકેની એચડીએફસી બેંકની વિશેષતા તથા ગ્રાહકોને સારી રીતે સાંકળવાની તેની ક્ષમતા તથા પેટીએમનું ડિજિટલ કૌશલ્ય અને 33 કરોડ વપરાશકર્તાઓ સુધીની તેની પહોંચ(2). આ ગઠબંધનનો લક્ષ્યાંક ટિયર 2 અને ટિયર 3 માર્કેટમાં તેમની પહોંચને ઊંડી કરવાનો તથા દેશમાં ચૂકવણીઓને ડિજિટલ બનાવવાની પ્રક્રિયાને વેગવંતી બનાવવાનો છે.
આ સહભાગીદારી હેઠળ એચડીએફસી બેંક અને પેટીએમ, બિઝનેસ ક્રેડિટ કાર્ડ્સ રજૂ કરશે, ભારતના નાના શહેરો અને નગરોના પાર્ટનર વેપારીઓને વિવિધ પ્રકારના લાભ પૂરાં પાડશે તથા તરત અને કાગજી પ્રક્રિયાથી મુક્ત મંજૂરીઓ આપીનેતેમના માટે ધિરાણનો ઉપયોગ કરવાનું સરળ બનાવી દેશે.આ બિઝનેસ ક્રેડિટ કાર્ડ્સ વેપારીઓ માટેના ક્રેડિટ કાર્ડના સેગમેન્ટમાં પેટીએમના સશક્ત પ્રયાસોને ચિહ્નિત કરશે અને પેટીએમના 2.10 કરોડથી વધુ વેપારીઓના બેઝને લાભદાયી સાબિત થશે.
તેઓ કન્ઝ્યુમર ક્રેડિટ કાર્ડ્સની સમગ્ર રેન્જ પણ રજૂ કરશે, જે ડિજિટલ વ્યવહારોને પ્રાધાન્ય આપતી 21મી સદીની યુવા પેઢી પર લક્ષિત મોબાઇલ ક્રેડિટ કાર્ડ સહિત કૅશબૅક અને વિવિધ લાભ પૂરાં પાડશે.વપરાશકર્તાઓ ડિજિટલ રીતે અને કાગજી કાર્યવાહી વગર અરજી કરી શકે છે અને સેવા મેળવવાની સમગ્ર પ્રક્રિયાને સંપૂર્ણપણે પેટીએમ એપ મારફતે પૂરી કરી શકે છે.
પેટીએમ લેન્ડિંગના સીઇઓ ભાવેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, પેટીએમમાં અમારો ઉદ્દેશ્ય,અમારા 33 કરોડથી વધુ વપરાશકર્તાઓ અને 2.10 કરોડથી વધુ વેપારી પાર્ટનરોના નાણાકીય સમાવેશનને પ્રોત્સાહન આપવા માટે ધિરાણ આપવાની પ્રક્રિયાનું લોકશાહીકરણ કરવાનો છે(2). અમારી ટેકનોલોજી સંબંધિત ક્ષમતાઓની મદદથી પેટીએમના વેપારી પાર્ટનરો અને ક્રેડિટનો નવોસવો ઉપયોગ શરૂ કરનારી ભારતની 21મી સદીની યુવા પેઢી તેમની સુદ્રઢ ક્રેડિટ પ્રોફાઇલ ઘડી શકશે અને ઔપચારિક અર્થતંત્રમાં ઉપલબ્ધ તકોનો લાભ ઉઠાવી શકશે.
21મી સદીની યુવા પેઢી, બિઝનેસના માલિકો અને વેપારીઓ પર સવિશેષ ધ્યાન કેન્દ્રીત કરીને ગ્રાહકોના વિવિધ સેગમેન્ટ્સમાં ક્રેડિટ કાર્ડના એક વ્યાપક સમુહને લૉન્ચ કરવા માટે અમે એચડીએફસી બેંક અને વિઝા સાથે ગઠબંધન કરીને ખૂબ જ ખુશ છીએ. અમારા આ બિઝનેસ ક્રેડિટ કાર્ડ્સની રચના અમારા વેપારી પાર્ટનરો અંગેની અમારી ઊંડી સમજણ પર આધાર રાખીને કરવામાં આવી છે અને અમને વિશ્વાસ છે કે, તેના દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ તેમના બિઝનેસ માટે લાભદાયી સાબિત થશે.
એચડીએફસી બેંકના પેમેન્ટ્સ, કન્ઝ્યુમર ફાઇનાન્સ, ડિજિટલ બેકિંગ અને આઇટીના ગ્રૂપ હેડ શ્રી પરાગ રાવએ જણાવ્યું હતું કે, ભારતની કાર્ડ જારી અને હસ્તગત કરનારી સૌથી મોટી બેંક તરીકે અમે દેશમાં ડિજિટાઇઝેશનના સ્વીકરણની ગતિ વધારવા માટે કટિબદ્ધ છીએ. અમારું માનવું છે કે, ભારતની વિકાસગાથા ખૂબ જ સુદ્રઢ છે અને આ સહભાગીદારી વપરાશને (ખાસ કરીને તહેવારોની સીઝનમાં) વધારવા માટે બેંક તરફથી કરવામાં આવતો એક પ્રયાસ છે, જે આગળ જતાં દેશની આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન પૂરું પાડશે. કાર્ડ્સના ક્ષેત્રમાં એક અગ્રણી તરીકે અમારો હેતુ આ પ્રકારના જોડાણ મારફતે તેની ઇકો-સિસ્ટમને વિકસાવવામાં મદદરૂપ થવાનો છે, જે આખરે ગ્રાહકોને એક અલગ અનુભવ પૂરો પાડે છે.
વિઝાના ભારત અને દક્ષિણ એશિયાના ગ્રૂપ કન્ટ્રી મેનેજર ટી. આર. રામચંદ્રનએ જણાવ્યું હતું કે, વપરાશકર્તાઓ અને વ્યવસાયો બંને આજે ડિજિટલ ચૂકવણીઓને અપનાવી રહ્યાં છે. ગ્રાહકોના આ વ્યાપક અને વૈવિધ્યપૂર્ણ સમૂહની ક્ષમતાનો ઉપયોગ કરવા માટે પેટીએમ અને એચડીએફસી બેંક વિશ્વ-સ્તરીય ઉત્પાદનોની એક આખી શ્રેણી લૉન્ચ કરી રહ્યાં હોવાથી અમને તેમની સાથે સહભાગીદારી કરવાનો અને વિઝાની સેવાઓ અને ક્ષમતાઓના સંપૂર્ણ સમૂહને પૂરો પાડવાનો ગર્વ છે.
ક્રેડિટ કાર્ડનો નવોસવો ઉપયોગ શરૂ કરનારા વેપારીઓથી માંડીને ડિજિટલ વ્યવહારોમાં માહેર હોય તેવા નાના વેપારીઓ સુધીના દરેક પ્રકારના ગ્રાહકોની જરૂરિયાતોને અનુકૂળ આવે તે પ્રકારે તૈયાર કરવામાં આવેલા કાર્ડ્સની મદદથી મને વિશ્વાસ છે કે, આ સહભાગીદારી ધિરાણ સુધીની પહોંચને શક્ય બનાવશે અને આગળ વધારશે.