Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

માર્કેટમાં આવી ગઈ કોરોનાની ત્રીજી દવા, આ ભારતીય કંપનીએ કરી લોન્ચ

માર્કેટમાં આવી ગઈ કોરોનાની ત્રીજી દવા, આ ભારતીય કંપનીએ કરી લોન્ચ
, સોમવાર, 22 જૂન 2020 (12:09 IST)
ગ્લેન ફાર્મા  (Glenmark Pharma) અને હેટરો લૈબ્સ (Hetero Labs) પછી હવે સિપ્લા (Cipla) એ કોરોના દર્દીઓ માટે રેમડેસીવીરની જેનરિક મેડિસિન રજુ કરી છે. કંપનીએ દવાનુ નામ Cipremi મુક્યુ છે.  તેને અમેરિકી દવા નિયામક યૂએસએફડીએ  (USFDA) દ્વારા કોવિડ-19ના દર્દીઓની ઈમરજન્સીની સ્થિતિમાં આપવા માટે મંજુરી આપી છે. હાલમાં  આ દવાની કિમંત વિશે કોઈ માહિતી નથી. 
 
સિપ્લાને DCGI થી મળી મંજૂરી:
 
આપને જણાવી દઈએ કે રેમડેસિવીર એકમાત્ર એવી દવા છે જેને USFDA એ કોવિડ-19 દર્દીની સારવાર માટે ઇમરજન્સીમાં ઉપયોગ માટે મંજૂરી આપી છે. ગિલીડ સાઇન્સેઝે મેમાં સિપ્લા સાથે રેમડેસિવીરના મેન્યુફેક્ચરિંગ અને માર્કેટિંગ માટે એક નોન એક્સક્લૂસિવ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ સિપ્લાએ કહ્યું કે કંપનીને કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(ડીસીજીઆઈ) થી કટોકટીની સ્થિતિમાં આ દવાના મર્યાદિત ઉપયોગની પરવાનગી મળી છે.
 
સરકાર અને મુક્ત બજારના માધ્યમથી થશે સપ્લાય:
 
મીડિયા રિપોર્ટ મુજબ કંપનીએ વધુમાં જણાવ્યું કે સપ્લાય સરકાર અને મુક્ત બજારના માધ્યમથી કરવામાં આવશે. કોવિડ-19 મહામારીથી પ્રભાવિત લાખો લોકોના જીવ બચાવવા માટે દરેક સંભાવિત વિકલ્પની શોધમાં ઘણું રોકાણ કરવામાં આવ્યું છે અને આ રજૂઆત તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
 
આપને જણાવી દઈએ કે આ પહેલા શનિવારે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન(સીડીએસસીઓ) એ Hetero Labsને રેમેડેસિવીર(Remdesivir) ના જેનરિક વર્ઝનના મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય કરવા માટે મંજૂરી આપી હતી. ઉપરાંત, ગ્લેનમાર્ક ફાર્માએ પણ કોરોનાની દવા તૈયાર કરી લીધી છે. કંપનીએ કોરોનાથી સામાન્ય રીતે પીડિત દર્દીઓ માટે એન્ટીવાયરલ દવા Fabi Flu લોન્ચ કરી છે. આ દવાને DCGI થી મંજૂરી મળી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મનમોહનસિંહે પીએમ મોદીને કહ્યું, સરકારે 20 શહીદ સૈનિકોને ન્યાય આપવો જોઈએ