Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ચેહરાથી લઈને વાળ સુધીની દરેક સમસ્યાનો ઈલાજ છે દેશી ઘી

ચેહરાથી લઈને વાળ સુધીની દરેક સમસ્યાનો ઈલાજ છે દેશી ઘી
, શુક્રવાર, 13 જુલાઈ 2018 (16:52 IST)
દેશી ઘી ખાવામાં જેટલુ ટેસ્ટી હોય છે આરોગ્ય માટે એટલુ જ લાભકારી પણ હોય છે. શરીરને સ્વસ્થ રાખવા ઉપરાંત જ ઘી ચેહરા પર અને વાળની સુંદરતાને પણ વધારે છે. સ્કિન ડ્રાઈનેસથી રાહત અપાવવા સાથે જ આ દેશી ઘી ચેહરા અને વાળની સુંદરતાને પણ વધારે છે. સ્કિન ડ્રાઈનેસથી રાહત અપાવવા ઉપરાંત આ દેશી ઘી વાળ માટે ખૂબ કારગર સાબિત થાય છે.  વાળ સાથે જોડાયેલ દરેક નાની-મોટી સમસ્યાને દૂર કરવા માટે દેશી ઘી નો ઉપયોગ કરો. આવો જાણીએ  ઘી ને તમે તમારા ફેસ અને વાળ પર કેવી રીતે એપ્લાય કરી શકો છો. 
 
1. સ્કિનને બનાવો સોફ્ટ - કેટલાક લોકોની સ્કિન ગરમીમા ખૂબ વધુ ડ્રાઈ થઈ જાય છે. ડ્રાઈ સ્કિનને સોફ્ટ બનાવવા માટે લોકો અનેક પ્રકારની ક્રીમનો ઉપયોગ કરે છે. પણ કોઈ ફાયદો થતો નથી. આવામાં તમે થોડુ ઘી ગરમ કરીને આખા શરીર પર મસાજ કરી શકો છો. મસાજ કર્યા પછી સ્નાન કરી લો.  આવુ થોડા દિવસ કરવાથી સ્કિન સોફ્ટ થઈ જશે.
 
2. ડાર્ક સર્કલથી છુટકારો - મોડી રાત સુધી જાગવુ, તનાવમાં રહેવાને કારણે આંખો નીચે કાળા ઘેરે પડવા સામાન્ય વાત થઈ ગઈ છે. ડાર્ક સર્કલથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલા આંખો નીચે થોડુ ઘી લગાવો . આખી રાત તેને આવુ જ રહેવા દો. થોડા દિવસ સુધી આવુ કરવાથી તમને ફરક દેખાશે. 
 
3. દાગ-ધબ્બાથી રાહત - જે મહિલાઓનો ચેહરો દાગ-ધબ્બાથી ભરેલો રહે છે. તેમને રાત્રે સૂતી સમયે પોતાના દાગ પર તેલની પાતળી લેયર લગાવવી જોઈએ. થોડા દિવસમાં જ તે આછા થઈ જશે. 
 
4. વાળને ઝડપથી વધારે - લાંબા ઘટ્ટ વાળ માટે ઘીમાં આમળાનુ તેલ અને ડુંગળીનો રસ નાખીને મિક્સ કરો. આ પ્રક્રિયા અઠવાડિયામાં એકવાર જરૂર કરો. ઘી અને તેલ લગાવવાથી વાળ મુલાયમ થશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Monsoon Alert: રોડ કિનારે ઉભી રહેતી લારી પરથી મકાઈ ખાતા પહેલા ચેતજો