Webdunia - Bharat's app for daily news and videos

Install App

Beauty Care : ત્વચાનો રક્ષક છે ઓલિવ ઓઈલ

Webdunia
જાપાનમાં થયેલા એક મહત્વના સંશોધન પરથી માલુમ પડ્યું છે કે સન બાથ બાદ સ્કિન પર વર્જિન ઓલિવ ઓઇલ લગાવવાથી ટ્યુમર થવાનું જોખમ ઓછું થઇ જાય છે. ઓલિવ ઓઈલ સ્કિન માટે પણ ખૂબ જ ફાયદાકારી છે. ઓલિવ ઓઈલના ફાયદા -- 

કરચલીનું દુશ્મન : અઠવાડિયામાં ત્રણવાર લીંબુના રસમાં ઓલિવ ઓઇલ ભેળવીને ચહેરાની માલિશ કરવાથી કરચલીઓ તો દૂર ભાગશે જ પણ ચહેરો પણ નિખરી ઉઠશે. સાથે વાળમાં તેનો ઉપયોગ કરવાથી સારું કન્ડિશનિંગ પણ થઇ જશે. તમારા હાથમાં થોડું ઓલિવ ઓઇલ લો અને તેને ડ્રાય, બેજાન વાળ પર લગાવો. આમ કરવાથી તમારા વાળ સિલ્કી થઇ જશે. જો તમને ડેન્ડ્રફની સમસ્યા છે તો આ ઓઇલ તે પણ દૂર કરી દેશે.

કોણી ચમકાવે છે : ઓલિવ ઓઇલ અને લીંબુ મિક્સ કરીને કોણી પર ઘસવાથી તેની કાળાશ અને ડ્રાયનેસ દૂર થશે અને તમારી કોણીનો રંગ હાથના રંગ જેવો જ નિખરી જશે.

ફેશિયલનું કામ કરે છે. ચહેરાને સાદા પાણીથી સારી રીતે સાફ કરી દો. હવે ઓલિવ ઓઇલથી મસાજ કરો. ત્યારબાદ અડધી ચમચી ખાંડ લઇને ચહેરા પર ઘસો. અંતમાં હુંફાળા પાણીમાં એક મુલાયમ કપડું પલાળી ચહેરોને ભીનો કરી લૂછી લો. થોડા દિવસ સુધી આમ કરવાથી તમે અનુભવશો કે તમારો ચહેરો બરાબર નિખરી ઉઠ્યો છે. ડ્રાય, બેજાન હોઠ પર ઓલિવ ઓઇલની હળવા હાથે સવાર-સાંજ માલિશ કરવાથી તમારા હોઠ કોમળ થઇ જશે.

નખ મજબૂત બનાવશે : તમારા નખને સુંદર બનાવવા માટે ઓલિવ ઓઇલ મહત્વનો ભાગ ભજવશે. લગભગ અડધા કલાક માટે ઓલિવ ઓઇલમાં નખ ડૂબાડી રાખો. આનાથી નખના ક્યુટિકલ્સ નરમ અને લચીલા બનશે. કોઇપણ ક્રીમ કરતા આનો પ્રયોગ ઉત્તમ રિઝલ્ટ આપશે. તમે ઇચ્છો તો પગને સાફ કરીને તેના પર ઓલિવ ઓઇલ લગાડીને કોટનના મોજા પહેરી લો. આમ કરવાથી પગ નરમ બનશે અને તેનો રંગ નિખરી ઉઠશે.
सभी देखें

जरुर पढ़ें

रसोई की इन 7 चीजों में छुपा है आपका स्किन ब्राइटनिंग सीक्रेट, तुरंत जानें इनके बेहतरीन फायदे

Health Alert : कहीं सेहत के लिए हानिकारक तो नहीं है सहजन की फली?

सॉफ्ट आटा गूंथने के 4 सही तरीके, रोटियां बनेंगी फूली हुई और मुलायम

आपके घर के किचन में छुपा है आयल फ्री त्वचा का राज, जानिए ये होममेड क्लींजर बनाने का तरीका

ऑफिस में बनाना चाहते हैं बढ़िया इमेज तो भूलकर भी ना करें ये गलतियां

सभी देखें

नवीनतम

Black Friday 2024 : क्या है ब्लैक फ्राइड और शॉपिंग साइट्स पर मिल रहे डिस्काउंट का एक-दूसरे से कनेक्शन?

सर्दियां आते ही बढ़ने लगा पीठ का दर्द तो ये 5 उपाय दिलाएंगे तुरंत राहत

बैड कोलेस्ट्रॉल को खींच बाहर निकालेगी घी में भुनी ये एक चीज, साथ में मिलेंगे ये जबरदस्त फायदे

આગળનો લેખ
Show comments