rashifal-2026

મા પાવા તેગઢતી ઉતર્યાં મહાકાળી રે

Webdunia
મા પાવા તેગઢતી ઉતર્યાં મહાકાળી રે,
મા પરવરિયાં ગુજરાત પાવાવાળી રે. 1
મા સોળ સજ્‍યા શણગાર મહાકાળી રે,
માની ઓઢણી ઝાકમઝાળ પાવાવાળી રે. 2
માને કાંબીને કડલાં શોભતાં મહાકાળી રે.
માને ઝાંઝરનો ઝમકાર પાવાવાળી રે. 3
માને બાંય બાજુબંધ બેરખાં મહાકાળી રે,
માને દશે આંગળીએ વેઢ પાવાવાળી રે. 4
માને ઝાલને ઝુમણું શોભતું મહાકાળી રે,
માને કંઠે એકાવન હાર પાવાવાળી રે. 5
માને નાકે નકવેસર શોભતું મહાકાળી રે,
માને ટિલડી તપે લલાટ પાવાવાળી રે. 6
માએ સેંથો ભર્યો સિંદુરનો મહાકાળી રે,
માને ચોટલે વસિયલ નાગ પાવાવાળી રે. 7
મા ચોસઠબેનડી તેડાવશું મહાકાળી રે,
મા સાથે કેવળ વીર પાવાવાળી રે, 8
મા ફૂલના દડા હાથમાં મહાકાળી રે.
મા પરવરિયાં ગુજરાત પાવાવાળી રે. 9
મા પાટણ પરગણું તાહરૂં મહાકાળી રે,
મા ગુર્જર ખંડમાં ગામ પાવાવાળી રે. 10
મા શંખબલપુર સોહામણું મહાકાળી રે,
માનો મધ્‍યે પુર વાસ પાવાવાળી રે. 11
મા સર્વ મળીને કરી સ્‍થાપના મહાકાળી રે,
માને માનસરોવર પાળ પાવાવાળી રે. 12
મા કૂકડીયાને સજ કર્યા મહાકાળી રે,
મા થયાં તે ઘોડી સવાર પાવાવાળી રે. 13
મા કેસરી વાઘા પહેરીયા મહાકાળી રે,
મા ભમ્‍મર ભાલું હાથ પાવાવાળી રે. 14
મા રમતાં રમતાં નિસર્યાં મહાકાળી રે,
આવ્‍યાં માનસરોવર પાસ પાવાવાળી રે. 15
મા સાથે લશ્‍કર ચાર ટુકડી મહાકાળી રે,
ખીરદાળી બહુચર માત પાવાવાળી રે. 16
મા માનસરોવર તલાવડી મહાકાળી રે,
તેમાં ભરિયાં નિર્મળ નીર પાવાવાળી રે. 17
મા ઊતારીને કીધાં પોતિયાં મહાકાળી રે,
માએ નાહીને પીધું નીર પાવાવાળી રે. 18
મા ઘોડીનો ઘોડો થયો મહાકાળી રે,
મા સ્ત્રી માંથી પુરુષપાવાવાળી રે. 19
માનો પટંતરો ત્‍યાંથી થયો મહાકાળી રે,
માનો પૃથ્‍વીમાં મહિમાય પાવાવાળી રે. 20
ઘણા હિન્‍દુ કેરા દેવતા મહાકાળી રે,
ખીરદાળી બહુચર માય પાવાવાળી3 રે. 21
મા લીલા તે નેજા ફરફરે મહાકાળી રલે,
આવી મુગલ કેરી ફોજ પાવાવાળી રે. 22
મા બહુચરમા એમ બોલીયાં મહાકાળી રે,
અલ્‍યા મા લઈશ મારૂં નામ પાવાવાળી રે. 23
મા મુગલે વાત મનમાં ધરી મહાકાળી રે,
ચડી મુગલો કેરી ફોજ પાવાવાળી રે. 24
મા બહુચર માના મરઘલા મહાકાળી રે,
તે તળિયા તવા માંય પાવાવાળી રે. 25
મા કૂકડિયા ભોજન કીધાં મહાકાળી રે,
પછી ચડી તે માને રીસ પાવાવાળી રે, 26
મા મૂઆ તે મૃગલા બોલ્‍યા મહાકાળી રે,
પછી આઈ થયાં અસ્‍વાર પાવાવાળીરે. 27
મા ત્રિશૂળ લીધું હાથમાં મહાકાળી રે,
મા કીધો અસુર તણો નાશપાવાવાળી રે. 28
મા કૂદી ઘોડો મારીયો મહાકાળી રે,
મા હાથી પાડયો એક પાવાવાળી રે. 29
મા મોટો મુગલ એક મારીઓ મહાકાળી3 રે,
બીજા મુગલોનો નહિ પાર પાવાવાળી રે. 30
મા બળ કરી મુગલ મારીઆ મહાકાળી રે,
માર્યો બાદશાહનો ભાણેજ પાવાવાળી રે. 31
મા સામે થયું સઉ એકઠું મહાકાળી રે,
મા ચાલ્‍યાં તે મુગલ પાસ પાવાવાળી રે. 32
તેં મારૂં તે વાર્યું નવ કર્યું મહાકાળી રે,
તેં હાથે વસાવ્‍યું વેર પાવાવાળી રે. 33
ત્‍યાં હાથ જોડીને આવિયા મહાકાળી રે,
માને લળી લળી લાગ્‍યા પાય પાવાવાળી રે. 34
મા સોનાના ઘડાવું કુકડા મહાકાળી રે,
મા લાવું મંડપ માંય પાવાવાળી રે. 35
મા તારૂં દેવળ ફરી ચણાવશું મહાકાળી રે,
મા ઉપર ધોળી ધજાય પાવાવાળી રે. 36
મા તારો ચાચર સાધશું મહાકાળી રે,
કહે વલ્લભ કોડે બાંધશું પાવાવાળી રે. 37
વધુ જુઓ..

જરૂર વાંચો

Makhana Rabri Recipe- ડિનર ઝડપથી તૈયાર કરો ક્રીમી મખાના રબડી, મહેમાનો પણ રેસીપી માંગશે

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

શું રાત્રે મોડે સુધી સૂવાથી વજન ઘટાડવું થઈ જાય છે મુશ્કેલ ? જાણો શું કહે છે વિશેષજ્ઞ

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

વધુ જુઓ..

નવીનતમ

Holashtak 2026: ક્યારથી છે હોળાષ્ટક ? આ આઠ દિવસ બિલકુલ ન કરશો આ ભૂલ નહિ તો આ ભૂલોથી પછતાશો

ફાગણ ફોરમતો આયો lyrics

આજે કે કાલે, અમાવસ્યા ક્યારે છે? જાણો શું કરવું અને શું ન કરવું? ઘણી બાબતો પર ખાસ ધ્યાન આપો.

Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા

Mahashivratri 2026 Shubh Muhurat- મહાશિવરાત્રી: શિવલિંગના અભિષેક માટે શુભ મુહૂર્ત જાણો

Show comments