Dharma Sangrah

પંખીડા તુ ઉડી જાજો પાવાગઢ રે

Webdunia
પંખીડા તુ ઉડી જાજો પાવાગઢ રે
મહાકાળીને જઇને કહેજે ગરબે ઘૂમે રે 
પંખીડા ....... ઓ પંખીડા ...... પંખીડા ....... ઓ પંખીડા
ઓલ્‍યા ગામના સુથારી વીરા વેલા આવો રે
મારી મહાકાળીને કાજે રૂડા બાજઠ લાવો રે
બાજઠ લાવો, સુંદર લાવો, વ્‍હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે
પંખીડા ....... ઓ પંખીડા ......... પંખીડા ....... ઓ પંખીડા
ઓલ્‍યા ગામના કુંભારી વીરા વેલા આવો રે
મારી મહાકાળીને કહેજો રૂડા ગરબા લાવો રે
ગરબો લાવો, સુંદર લાવો, વ્‍હેલા આવો રે
મારી મહાકાળીને ...........
પંખીડા .......... ઓ પંખીડા ........
ઓલ્‍યા ગામના સોનીડા વીરા વ્‍હેલા આવો રે
મારી મહાકાળીને કાજે રૂડી નથની લાવો રે
નથની લાવો, સુંદર લાવો, વ્‍હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે
પંખીડા ........ ઓ પંખીડા ........
ઓલ્‍યા ગામના ગાંધીડા વીરા વ્‍હેલા આવો રે
મારી મહાકાળીના કાજે રૂડી ચુંદડી લાવો રે
લાલ લાવો, લીલી લાવો, પીળી લાવો રે
મારી મહાકાળી જઇને ............
પંખીડા ....... ઓ પંખીડા ..........
ઓલ્‍ય ાગામના માળીડા વીરા વ્‍હેલા આવો રે
મારી મહાકાળીના કાજે રૂડી માળા લાવો રે
માળા લાવો, ગજરા લાવો, સુંદર લાવો રે
મારી મહાકાળીને ..........
વધુ જુઓ..

જરૂર વાંચો

Jacqueline Fernandez: જૈકલીન ફર્નાડિસની બિલ્ડિંગમાં લાગી આગ, 2023માં જ ખરીદ્યુ હતુ આ આલીશાન 5BHK

Sara Ali Khan: ફિલ્મના પ્રમોશન દરમિયાન આ દુર્ઘટનાનો ભોગ બની સારા, શેયર કર્યો વીડિયો

Women's Day 2024:મહિલા દિવસ પર જુઓ નારી સશક્તિકરણ પર આધારિત આ ખાસ ફિલ્મો

PHOTOS / અનંત-રાધિકાની પ્રી-વેડિંગ પાર્ટીની 15 લેટેસ્ટ તસવીરો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં શાહરૂખ, સલમાન અને આમિર ખાન, ત્રણેય ખાને સાથે ડાન્સ કર્યો હતો.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી રમૂજી જોક્સ- કૂતરો કરડ્યો છે

બાળકોના જોકસ

ગુજરાતી જોક્સ- યાદ રાખવું આટલું સરળ હોત

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments