જામનગરમાં જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ પદ પરથી નયનાબા જાડેજાએ રાજીનામું આપી દીધું છે. નયનાબા જાડેજા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન છે. જોકે, તેમણે 78 વિધાનસભા ચૂંટણી લડવા માટે આ રાજીનામું આપ્યું હોવાનું કારણ બતાવ્યું હતું. બીજી તરફ તેમનું રાજીનામું જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યું છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના મોટા બહેન નયનાબા જાડેજા કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. નયનાબા જાડેજા જામનગરમાં કાલાવડ ખાતે લોકસભાના કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં યોજાયેલી સભામાં હાજર રહેતા તેમના કોંગ્રેસમાં જોડાવાની અટકળો તેજ થઈ છે.
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખને લખ્યો પત્ર - જામનગર મહિલા કૉંગ્રેસના પ્રમુખ પદેથી નયનાબા જાડેજાએ રાજીનામાંની માગ કરતા ગુજરાત પ્રદેશ મહિલા કૉંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમ્મરને પત્ર લખ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, હું જામનગર જિલ્લા પ્રમુખ તરીકે ફરજ બજાવું છું અને જામનગર 78 વિધાનસભાની સીટ પરથી દાવેદારી કરવા રસ ધરાવું છું. આથી મારા વિસ્તારમાં કામ કરી શકું. તે માટે કામગીરીમાંથી મુક્ત કરવા માગ કરી છે. 78 વિધાનસભા સીટ પર ચૂંટણી લડવા માગતા હોવાથી તે માટેની તૈયારીમાં જોડાયા છે. આથી તેમણે જવાબદારીમાંથી મુક્તિ માગી છે.
નયનાબા પહેલા નેશનલ વુમન્સ પાર્ટીમાં હતા. જેમાં તેમને મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત વેસ્ટ ઝોનના ઝોનલ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા હતા. જે બાદ નયનાબા એ કહ્યું હતું કે અમે વુમન એમ્પાવરમેન્ટ માટે કામ કરશે. અને હવે તેમણે કોંગ્રેસનો હાથ થામ્યો છે.
તો બીજી તરફ રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા થોડા સમય અગાઉ ભાજપમાં જોડાયા હતા. ત્યારે અટકળો એવી હતી કે ભાજપ તેમને જામનગરથી ટિકિટ આપી શકે છે.. જોકે ભાજપે જામનગરથી વર્તમાન સાંસદ પૂનમ માડમને રિપીટ કર્યા છે. જોકે રવિન્દ્રના પત્ની બાદ બહેન પણ રાજનીતિમાં સક્રિય થતા હવે રાજનીતિમાં નણંદ – ભાભી આમને સામને હશે. અને તેમની વચ્ચે રાજકીય જંગ જામે તેવી પણ શક્યતા છે.
રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ માર્ચમાં જામનગરમાં કેસરિયો ધારણ કર્યો હતો. તેના થોડા સમય પહેલા તેઓ ગુજરાત કરણી સેનામાં જોડાયા હતા. અને તેની મહિલા વિંગના અધ્યક્ષ બન્યા હતા. અને બાદમાં તેમણે પોતાની રાજકીય ઈનિંગનો આરંભ ભાજપથી કરવાનું નક્કી કર્યું હતું.
આ અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નયનબા જાડેજાએ કોંગ્રેસ તરફથી પ્રચાર કર્યો હતો અને જ્યારે રિવાબા જાડેજાએ ભાજપ તરફથી પ્રચાર કર્યો હતો. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે પોલિટિક્સ પોલિટિક્સની જગ્યાએ અને પારિવારિક સંબંધ પરિવારની જગ્યાએ હોય છે. ત્યારે જોવાનું એ છે જાણિતા ક્રિકેટર પત્નીના સમર્થનમાં પ્રચાર કરશે કે બહેનની વારે આવશે?