Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Rain Forecast For Next 5 Days આગામી 5 દિવસ મેઘમહેરની આગાહી, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ

Rain Forecast For Next 5 Days આગામી 5 દિવસ મેઘમહેરની આગાહી, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ
, શનિવાર, 6 ઑગસ્ટ 2022 (10:47 IST)
રાજ્યના રાજકોટ, સુરેન્દ્રનગર , મોરબી અને બોટાદ જિલ્લાઓમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે. આગામી બે દિવસમાં કચ્છ, જામનગર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિત અમદાવાદ, વડોદરા, ખેડા, પંચમહાલ, ભરૂચ, દાહોદ , છોટાઉદેપુર જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. 
 
આગામી ચોવીસ કલાકમાં અતિભારે વરસાદ રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને બોટાદ જિલ્લામાં થશે, તેવું પણ હવામાન નિયામક મનોરમા મોહંતીએ જણાવ્યું છે. છઠ્ઠી અને સાતમી ઓગસ્ટની આગાહીમાં સામેલ જિલ્લામાં  કચ્છ, જામનગર, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, વડોદરા, ખેડા, પંચમહાલ, ભરૂચ, દાહોદ, છોટાઉદેપુરનો સમાવેશ થાય છે. 
 
ગુજરાતમાં આગામી 5 દિવસ સારા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદમાં વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે, 8 ઓગસ્ટે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. ત્યારે, સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બેથી ત્રણ સિસ્ટમ સર્જાતાં ગુજરાતમાં સારો વરસાદ રહેશે.
 
હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદમાં વરસાદની આગાહી કરાઈ છે. 8 ઓગસ્ટે ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં રહેશે. જ્યારે 9 ઓગસ્ટથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આ સિવાય વલસાડ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ, ગાંધીનગર અને દક્ષિણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Muharram 2022 - જાણો કેમ મનાવાય છે મોહરમ