Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડિસેમ્બરમાં અમારી સરકાર બનશે, ફેબ્રુઆરીમાં તલાટીની પરીક્ષા લેવાશે અને એપ્રિલમાં પોસ્ટિંગ અપાશેઃ કેજરીવાલ

Webdunia
મંગળવાર, 23 ઑગસ્ટ 2022 (17:45 IST)
ભાવનગરમાં ઓડિટોરિયમ હોલમાં સંવાદ કાર્યક્રમમાં દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહને ભારત રત્નથી નવાજવામાં આવે. અમારી સરકાર બનાવો અમે જીઆઇએસફના જવાનોને 1 મહિનામાં તેમનો હકક અને ન્યાય અપાવીશું. 2018માં તલાટીની જાહેરાત નીકળી અને 1800 પોસ્ટ પર 32 લાખ લોકોએ અરજી કરી પણ પરીક્ષા ન લેવાઈ. 2022માં પણ ફોર્મ મંગાવ્યા પણ પરીક્ષા લેવાઈ નથી. જે સરકાર 5 વર્ષમાં પેપર નથી કરાવી શકતી એ સરકાર કેવી રીતે ચલાવશે. ડિસેમ્બરમાં અમારી સરકાર બનશે અને ફેબ્રુઆરીમાં તલાટીની પરીક્ષા લેવાશે અને એપ્રિલમાં પોસ્ટિંગ કરવામાં આવશે.
 
દિવાળીમાં જેટલા ફટાકડાં નથી ફૂટતાં તેટલા પેપર ફૂટે છે; કેજરીવાલ
કેજરીવાલે જણાવ્યું હતું કે, બધા લોકો એક મુદ્દાથી દુઃખી છે કે પેપર ફૂટે છે. દેશમાં દિવાળીમાં જેટલા ફટાકડાં નથી ફૂટતાં તેટલા ગુજરાતમાં પેપર ફૂટે છે. જે પેપર નથી કરાવી શકતી તે સરકાર કેવી રીતે ચલાવશે. સરકાર ચલાવવું અઘરું કામ છે. હવે પેપર ફૂટશે તો જેલમાં મોકલવામાં આવશે. 2015થી જેટલા પેપર ફૂટ્યા છે તેની તપાસ કરાવીને જેલમાં મોકલવામાં આવશે.
 
ફેબ્રુઆરીમાં તલાટીનું પેપર અને એપ્રિલમાં પોસ્ટિંગ કરાશે​​​​​​​; ​​​​​​​કેજરીવાલ ભરતી કેલેન્ડર જણાવતા કેજરીવાલે કહ્યું કે, ડિસેમ્બરમાં સરકાર બનશે, ફેબ્રુઆરીમાં તલાટીનું પેપર, એપ્રિલમાં પોસ્ટિંગ કરાશે. મેમાં ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષા કરાશે અને ટીઇટી અને ટીએટી બન્નેની પરીક્ષા મેમાં કરાશે. જુલાઈમાં પરિણામ આવી જશે. જુલાઇમાં જે શિક્ષકોને કયા જિલ્લામાં પોસ્ટિંગ જોઇએ છે તે પૂછવામાં આવશે. ઓગસ્ટમાં તમામ ખાલી જગ્યા પર ભરતી પ્રક્રિયા કરાશે અને ઓક્ટોબર સુધીમાં પોસ્ટિંગ અપાશે. કેજરીવાલે તાજેતરમાં ભારત સરકાર જે અગ્નીવીરની ભરતીમાં ટેમ્પરરી પોસ્ટથી ભરતી કરવા જઇ રહી છે, તેનો અમે વિરોધ કરીએ છીએ. સરકાર અમુક લોકોના લાખો-કરોડોના દેવા માફ કરે છે, પરંતું આર્મી સેના માટે પેન્સનના પૈસા નથી તે શરમની બાબત છે. ​​​​​​​ ​​​​​​​ ​​​​​​​મારી ઇમાનદારની ગરદન છે, CBIના એકપણ સકંજામાં નહીં આવે: સિસોદિયા મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા મને ગુજરાતમાં બોલાવ્યો હતો અને શિક્ષણમંત્રીના વિસ્તારમાં સરકારી સ્કૂલોની શું સ્થિતિ છે. જ્યારે આજે હું ચર્ચા કરતો હતો ત્યારે એ ભાઈએ મને કહ્યું કે સ્કૂલોની જેવી હાલત છે તેવીજ સ્થિતિ કોલેજોની પણ છે. અહીંની આયુર્વેદિક કોલેજની મુલાકાત લઇ લેજો. ગુજરાતમાં નોકરીઓ તો છે પણ આપનાર કોઇ નથી. આવીજ સ્થિતિ દિલ્હીમાં હતી, પણ આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ અરવિંદ કેજરીવાલે કમાન સંભાળી અને નોકરી મળવા લાગી. તમે જે જોશ દર્શાવો છો, તેને રોકવા માટે કેન્દ્રની સરકાર સકંજો વધારી રહી છે. મારી ગરદનની ચિંતા ના કરતા. મારી ગરદન ઇમાનદારની ગરદન છે, સીબીઆઇના એકપણ સકંજામાં નહીં આવે.
 
આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે અને આજે બપોરે ભાવનગરના નિલમબાગ પેલેસ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા સહિતના લોકો પહોંચ્યા છે. નિલમબાગ પેલેસ ખાતે બપોરનું ભોજન લઈ ને ત્યાંથી ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે પહોંચ્યા છે અને ઓડિટોરિયમ હોલ ખાતે રોજગાર અને શિક્ષણ વિશે સંવાદ કરી રહ્યાં છે. 
 
ભાવનગરની મુલાકાતે આવતા રાજકારણ ગરમાયુ
ભાવનગર અરવિંદ કેજરીવાલ 1 મહિના ટૂંકા ગાળામાં બીજી વખત ભાવનગરની મુલાકાતે આવ્યા છે, બોટાદના બરવાળાના રોજીદ ગામની લઠ્ઠાકાંડની ઘટનાના પગલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાવનગર દોડી આવી સર તખ્તસિંહજી હોસ્પિટલમાં દાખલ લઠ્ઠાકાંડના અસરગ્રસ્ત લોકોને મળ્યા હતા અને વિગતો મેળવી હતી. આ સમયે મીડિયા સમક્ષ દારૂબંધી અંગે સવાલ ઉઠાવી જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી સત્તા પર આવશે એ દિવસે ગુજરાતમાં દારૂબંધી ખરાઅર્થમાં પાલન થશે. આમ એક મહિનામાં બીજી વખત ભાવનગરની મુલાકાતે આવતા ભાવનગરનું રાજકારણ ગરમાયુ હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gujarat Vav By Election - આજે ગુજરાતની વાવમાં 'મૂછો'નો જંગ, એક સીટના પરિણામથી નક્કી થશે ત્રણ મોટા નેતાઓનું રાજકીય કદ

ઝારખંડ વિધાનસભા ચૂંટણી - પ્રથમ તબક્કામાં આજે 43 બેઠકો પર થશે મતદાન, આ દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર

UP News : મથુરા રિફાઈનરીમાં લાગી ભીષણ આગ, 10 કર્મચારીઓ દઝાયા - જુઓ વીડિયો

મણિપુરમાં 10 આતંકવાદીઓના મોત બાદ છ લોકો ગુમ, પોલીસે આશંકા વ્યક્ત કરી છે

ચીનમાં 62 વર્ષના વૃદ્ધે લોકોના એક ટોળા પર ચઢાવી દીધી કાર, 35 નાં મોત 43 ઘાયલ

આગળનો લેખ
Show comments