baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 - ગુજરાતમાં ઍક્ઝિટ પોલ ખોટા પડશે : ભગવંત માન

Gujarat Assembly Election 2022 - Exit polls will be wrong in Gujarat: Bhagwant maan
, બુધવાર, 7 ડિસેમ્બર 2022 (15:11 IST)
દિલ્હી મહાનગરપાલિકા (એમસીડી)માં આપના ભવ્ય વિજયને જોતાં પંજાબના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને 'ગુજરાતમાં પણ ચોંકાવનારાં પરિણામો' આવશે એવો દાવો કર્યો છે.
સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા અનુસાર માને કહ્યું, "હવે ટ્રેન્ટ પરિણામોમાં ફેરવાઈ રહ્યા છે. કેજરીવાલે (પંજાબમાં) કૉંગ્રેસનું 15 વર્ષ જૂનું શાસન ઉખાડી ફેંક્યું હતું અને હવે એમસીડીમાં પણ ભાજપનું 15 વર્ષનું શાસન ઉખાડી નાખ્યું છે."
 
તેમણે એવું પણ કહ્યું કે લોકોને 'નફરતનું રાજકારણ' પસંદ નથી આવતું અને તેઓ શાળાઓ, હૉસ્પિટલો, સ્વછતા તેમજ માળખાકીય સુવિધાઓ માટે મત આપતા હોય છે.
 
તેમણે ઉમેર્યું, "ભાજપ આપને રોકવા માગતો હતો એટલે એણે મેદાન પર આખી સેના ઉતારી દીધી હતી.હું કાલે ફરી તમારી સાથે ગુજરાતનાં પરિણામો દરમિયાન આવીશ. ગુજરાતમાં ઍક્ઝિટ પોલ ખોટા પડશે."

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kantara Hindi OTT Release:કંતારા હિંદીમાં જલ્દી જ થશે રિલીજ, જાણો ક્યાં અને કેવી રીતે જોવી