Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022- પ્રચાર માધ્યમો માટે ‘એક્ઝિટ પોલ’ સંદર્ભે માર્ગદર્શક સૂચનાઓ : આજે સાંજે 6.30 વાગ્યા સુધી ‘એક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ

gujarat assembly election 2022 in gujarati
, સોમવાર, 5 ડિસેમ્બર 2022 (15:25 IST)
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 ના સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત દ્વારા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના ‘‘એક્ઝિટ પોલ’’  પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા સંદર્ભે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. 
 
હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ અને ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન, બિહાર અને છત્તીસગઢની તારીખ 8 નવેમ્બર અને તારીખ 11 નવેમ્બરના રોજ જાહેર થયેલી પેટા ચૂંટણીઓ સંદર્ભે હવે આજે તારીખ 5-12-2022 ને સોમવારે સાંજે 6:30 વાગ્યા સુધી પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ પ્રકારના ‘એક્ઝિટ પોલ’ કે તેના પરિણામો પ્રકાશિત નહીં કરી શકે, કે અન્ય કોઈપણ રીતે તેનો પ્રચાર-પ્રસાર નહીં કરી શકે.
 
ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા તા.19.11.2022 ના જાહેરનામાથી આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022- ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં આ બેઠકો પર રહેશે નજર