રાહુલ ગાંધીની અંતિમ તબક્કામાં પહોંચેલી નવસર્જન યાત્રામાં મળેલા જનસમર્થનથી ભાજપના નેતાઓની ઊંઘ ઉ઼ડી ગઈ છે. એક બાજુ ભાજપની ગુજરાત ગૌરવ યાત્રામાં લોકોની ઉપસ્થિતી ઉડીને આંખે વળગે એમ છે કારણ કે હવે તેનો ફિયાસ્કો થતો જોવા મળી રહ્યો છે. સુરતમાં પાસના કાર્યકરો ભાજપના નેતાઓને પ્રચાર કરતાં રોકી રહ્યાં છે. બીજી બાજુ ગુજરાતના ગામડાઓમાં ક્યાંક ક્યાંક ભાજપ માટે 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. ત્યારે હવે ભાજપ કોંગ્રેસને એક નવો પડકાર ફેંકી રહ્યો છે.
ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરી રહેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને ભાજપે ગુજરાતમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવાનો ખુલ્લો પડકાર ફેંક્યો છે. ભાજપના ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું છે કે, અમારા રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે, વિજય રુપાણી અને નીતિન પટેલ ચૂંટણી બાદ પણ પોતાના પદે યથાવત રહેશે. અમે રાહુલ ગાંધીને પડકાર ફેંકીએ છીએ કે, તેઓ ભરતસિંહ સોલંકી કે પછી શક્તિસિંહ ગોહિલને સીએમ કેન્ડિડેટ જાહેર કરે.