Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarat Election Star - રાજનીતિમાં સફળતા મેળવવી હોય તો રાહુલ ગાંધીએ કરવા પડશે આ 6 કામ

Webdunia
મંગળવાર, 5 ડિસેમ્બર 2017 (17:47 IST)
રાહુલ ગાંધીનો કોંગ્રેસ અધ્યક્ષ બનવુ હવે ફક્ત ઔપચારિકતા જ રહી ગઈ છે. સોમવારે તેમના નામાંકન કર્યુ છે... અને કોંગ્રેસના નેતાઓએ તેમની શુભેચ્છા પણ આપવી શરૂ કરી દીધો છે. પણ વર્તમાન સમયમાં કોંગ્રેસ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. પાર્ટીના અધ્યક્ષ પદની જવાબદારી કાંટો ભર્યો તાજ કહેવામાં આવે તો કશુ ખોટુ નથી.  તેમની સામે પડકારના રૂપમા મોદી જેવી બ્રાંડ છે. મોદી એક સારા વક્તા ઉપરાંત વિરોધીઓની કોઈપણ ભૂલને ક્ષણભરમાં મુદ્દો બનાવવાથી ચુકતા નથી.  કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્યર આ વાતને સારી રીતે જાણી ચુક્યા હશે. રાહુલ ગાંધીને જો કોંગ્રેસમાં બીજીવાર જીવ ફૂંકવો છે તો કેટલાક પડકારો એવા છે જેનો સામનો દરેક સ્થિતિમાં કરવો જ પડશે.. 
 
1. ગુજરાતમાં ચમત્કાર -  રાહુલ ગાંધી એવા સમયે કોંગ્રેસના અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે જ્યારે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચાર ચરમ પર છે. સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વખતે કોંગ્રેસ બીજેપીને બરાબરીની ટક્કર આપી રહી છે..  જો રાહુલના અધ્યક્ષ બનતા જ કોંગ્રેસ ત્યા ચૂંટણી જીતે છે કે સરકાર બનાવી લે છે તો સાચી દ્રષ્ટિએ આ તેમના ભારતીય રાજનીતિમાં અત્યાર સુધીની સૌથી મોટી શરૂઆત હશે. 
 
2. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનુ કમબેક 
 
ગુજરાત પછી કર્ણાટક રાજસ્થાન છત્તીસગઢ મધ્યપ્રદેશ મિઝોરમ ત્રિપુરા મેઘાલયમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. તેમા રાજસ્થાન છત્તીસગઢ, મધ્યપ્રદેશમાં બીજેપીની સરકાર છે. અહી રાહુલને સત્તા વિરોધી લહેરનો ફાયદો મળી શકે છે.  પણ કર્ણાટક મિઝોરમ મેઘાલયમાં સરકાર બચાવાનો પણ પડકાર છે.  જો કોંગ્રેસને આ રાજ્યોમાં સફળતા મળે છે તો આ રાહુલ બ્રાંડને મજબૂતી મળી જશે. 
 
3. ભાષા પર મજબૂત પકડ - જો કે ગુજરાત ચૂંટણીમાં રાહુલના ભાષણોમાં ઘાર છે. પણ હાલ તેમના શબ્દોમાં આક્રમકતા અને વીર રસનો અભાવ દેખાય છે.  ચૂંટણીના મેદાનમાં આ બંને જ મોટા હથિયાર છે. ભારતીય રાજનીતિમાં ખાસ કરીને હિન્દી પટ્ટીમાં તેનુ ખૂબ મહત્વ છે.  બીજી બાજુ મુદ્દાને લઈને તેમને હજુ વધુ તૈયારી કરવી પડશે. બીજુ સૌથી વધુ ધ્યાન શબ્દોની પસંદગી પર રાખવુ પડશે.  આલૂ કી ફેક્ટરી જેવા નિવેદન તેમની છબિને જ નુકશાન પહોંચાડી શકે છે. 
 
 
4. પાર્ટીમાં એકજૂટતા રાખવી પડશે 
 
કોંગ્રેસમાં આ સમયે અંદરો અંદર જ ખૂબ ગૂટબાજી ચાલી રહી છે. દિલ્હીમાં થયેલી વિધાનસભા અને નગરનિગમ ચૂંટણી પછી અનેક નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ પણ મોરચો ખોલી ચુક્યા છે. આ જ હાલ બીજા રાજ્યોમાં પણ છે. યુવા નેતાઓની વચ્ચે પણ તનાતનીના સમાચાર આવતા રહે છે. મધ્યપ્રદેશમાં આપણે આ હાલ જોઈ ચુક્યા છે. રાહુલને પાર્ટીના છત્રપોને સાધવા પડશે. 
 
5. કાર્યકર્તાઓને નિરાશામાંથી બહાર કાઢવા 
 
કોંગ્રેસમાં આ સમયે વીઆઈપી કલ્ચર હાવી છે. અનેક રાજ્યોના નેતાઓનુ પણ માનવુ છે કે રાહુલની આસપાસ વર્તમન રહેનારા નેતાઓની જ સાંભળવામાં આવે છે.  મોટા નેતાઓ અને કાર્યકર્તાઓની વચ્ચે પહોળી ખીણ છે.  અધ્યક્ષના રૂપમાં રાહુલને દરેક કાર્યકર્તાને અહેસાસ અપાવવો પડશે કે પાર્ટીમાં તેમનુ શુ મહત્વ છે. આ સાથે જ તેમને જવાબદારી પણ આપવી પડશે. 
 
 
6. બદલતા સમયમાં ચૂંટણીના માઈક્રો મેનેજમેંટ પર કરવુ પડશે કામ 
 
બીજેપીએ આ કામ વીતેલા દિવસોમાં ખૂબ કર્યુ છે. બીજેપીએ પહેલા તો કાર્યકર્તાઓની કે મોટી ફોજ તૈયાર કરી પછી તેમને  કામ આપવા માટે દરેક ચૂંટણી ગંભીરતા સાથે લડવુ શરૂ કરી દીધુ. જે લોકોનો નંબર સાંસદ, ધારાસભ્યના ચૂંટ્ણીના નથી લાગતો તેમને પાર્ટીએ પોતાના સિંબોલ પર નગર નિગમની અને સ્થાનીક ચૂંટણી લડાવવી પડશે.  કોંગ્રેસને પણ આ રણનીતિ પર કામ કરવુ જોઈએ જેથી કાર્યકર્તાઓને એવુ ન લાગે કે તેમની પાસે ફક્ત ચૂંટણી સમયે પ્રચાર કરવાનુ જ કમ છે.


 
ભાવાનુવાદ-કલ્યાણી દેશમુખ
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

વધુ જુઓ..

નવીનતમ

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

આગળનો લેખ
Show comments