Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Gujarat Election 2017 - પહેલા ચરણની 89 સીટો પર આવુ રહેશે જીતનુ સમીકરણ

Gujarat Election 2017  - પહેલા ચરણની 89 સીટો પર આવુ રહેશે જીતનુ સમીકરણ
, સોમવાર, 11 ડિસેમ્બર 2017 (09:03 IST)
ગુજરાત વિધાનસભાની 182માંથી 89 સ ઈટો માટે શનિવારે વોટ નાખવામાં આવ્યા છે. આ સીટો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવનારા 19 જીલ્લાની છે.  
 
અગાઉની વિધાનસભા ચૂંટણીમાં આ 89માંથી 67 સીટો પર બીજેપીએ જીત નોંધાવી હતી. કોંગ્રેસના હાથ માત્ર 16 સીટો આવી હતી. બીજી બાજુ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને જનતા દળ યૂનાઈટેડની પાસે એક એક સીટ આવી હતી જ્યારે કે બે સીટો પર વિપક્ષ ઉમેદવારોએ જીત નોંધાવી હતી. 
 
સૌરાષ્ટ્રમાં 54 વિધાનસભા સીટો છે. અગાઉની ચૂંટણીમાં તેમાથી 34 સીટો બીજેપીએ જીતી  હતી અને 20 સીટો પર કોંગ્રેસે જીત નોંધાવી હતી  બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં 35 વિધાનસભા સીટો છે. તેમાથી શહેરની સીટો પર બીજેપી અને ગ્રામીણ સીટો પર કોંગ્રેસે જીત નોંધાવી હતી. 
 
પાટીદારોના વોટ બનશે નિર્ણાયક 
 
સૌરાષ્ટ્રની વિધાનસભા સીટો પર પાટીદાર વોટર નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યા છે. અહી પાટીદારોની એક મોટી વસ્તી છે જે અગાઉની ચૂંટણીમાં બીજેપીને સમર્થન આપતા આવ્યા છે. પણ આ વખતે હાર્દિક પટેલના નેતૃત્વમા પાટીદાર અનામત આંદોલન સમિતિ બીજેપીના પક્ષમાં વોટ ન કરવાની અપીલ કરી રહી છે.  હાર્દિક પટેલ કડવા પટેલ છે અને જ્યારે સૌરાષ્ટ્રમાં મોટી સંખ્યામાં લેઉવા પટેલોની વસ્તી છે. જો લેઉવા પટેલ હાર્દિકનો સાથ આપે છે તો સૌરાષ્ટ્રમાં મોટો ફેરબદલ જોવા મળી શકે છે. 
 
વલસાડમાં જે જીત્યુ એ જ સિકંદર 
 
ગુજરાતમાં વલસાડ ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. છેલ્લી અનેક ચૂંટણીમાં આ જોવા મળ્યુ છે કે વલસાડ વિધાનસભા સીટ પર જે પાર્ટીના ઉમેદવારની જીત થાય છે રાજ્યમાં એ જ પાર્ટીની સરકાર બને છે. એટલુ જ નહી વલસાડ લોકસભા સીટ પર જે પાર્ટીના ઉમેદવાર જીતે છે એ પાર્ટીની સરકાર કેન્દ્રમાં બને છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દંગલ ગર્લ જાયરા વસીમની સાથે ફ્લાઈટમાં થઈ છેડછાડ, રડતા વીડિયોમાં જણાવ્યું બધું