ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડે આપેલા 231 રનના ટાર્ગેટને 46 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેળવી લીધો છે. ભારત તરફથી શિખર ધવન (68) અને દિનેશ કાર્તિકે (64) રન બનાવ્યા હતા. તે ઉપરાંત ભૂવનેશ્વર કુમારે 3 વિકેટ ઝડપી હતી. આ જીત સાથે જ સિરીઝ 1-1ની બરાબરી પર આવી ગઈ છે. હવે ત્રીજી અને નિર્ણાયક મેચ 29 ઓક્ટોમ્બરે કાનપુરમાં
ભારત તરફથી કાર્તિક(55) અને શિખર ધવને (68) અડધી સદી નોંધાવી હતી. હાર્દિક પંડ્યા 30 રન પર કેચ આઉટ થઈ ગયો છે. રોહિત શર્મા 7 રને સાઉથીની ઓવરમાં મુનરોને કેચ આપી બેઠો હતો. જ્યારે વિરાટ કોહલી 29 રને કટ આઉટ થયો હતો.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી વન ડે મેચમાં ટીમ ઈંડિયાને જીતવા 231 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમે પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટના નુકસાને 230 રન બનાવ્યા હતા. ટીમ ઈંડિયા તરફથી ભુવનેશ્વર કુમારે 3 વિકેટ ઝડપી હતી. બુમરાહ અને ચહલે 2-2 અને અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ 1-1 વિકેટ ઝડપી હતી.
પ્રથમ વન-ડેમાં હાર મળ્યા બાદ ટીમ ઇન્ડિયા માટે આ મેચ જીતવી ખૂબ જરૂરી છે. ટીમ ઇન્ડિયામાં એક બદલાવ કરવામાં આવ્યો છે. કુલદીપ યાદવના સ્થાને અક્ષર પટેલને ટીમમાં સ્થાન અપાયું છે. ભારતીય ટીમને ત્રણ મેચની સિરીઝમાં ટકી રહેવા માટે આત્મવિશ્વાસથી ભરપૂર ન્યૂઝીલેન્ડ સામેની આ મેચમાં જીત મેળવી ભારતીય ટીમને પોતાની ધરતી પર સિરીઝ બચાવવા માટે આ મુકાબલો કરો યા મરો સમાન છે