ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન 93 બેઠકો પર થઇ રહ્યું છે. આજે સવારથી જ બુથની બહાર લોકોની લાંબી લાઇનો જોવા મળી હતી. આ વખતે પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક પોલિંગ બૂથોમાં ઇવીએમમાં ખામી હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે મતદાતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજા તબક્કાના મતદાનની શરૂઆતમાં જ ઇવીએમ ખોટવાતાં લોકો મત આપી શક્યા ન હતાં અને ઇવીએમ મશીન ચાલુ થાય તેની રાહ જોતાં નજરે પડ્યાં હતાં. અનેક સ્થળે ઇવીએમ બદલવામાં આવે તેવી માંગ પણ મતદાતાઓ દ્વારા કરવામાં આવી છે.
પાટણમાં EVM મશીનમાં મતદાન અગાઉ ખામી
આનંદ પ્રકાશ હાઈસ્કુલ બુથ-158 પર સર્જાઈ ખામી
મહેસાણમાં ખેરાલુના કન્યાશાળામાં મતદાન મથકે ઇવીએમ ખોટકાયુ
અંબાજીમાં એક બુથ પર EVMમાં ખામી સર્જાઈ
તલોદના પુંસરી ગામે EVM ખોટકાયું
નવાનગર પ્રાથમિક શાળા બુથમાં EVM ખોટકાયું
સાબરકાંઠાના પુંસરી ગામે EVMમાં ખામી સર્જાઈ
EVMમાં ખામી સર્જાતા મતદાન પ્રક્રિયા અટકી
કાંકરી ગામના મથકે EVM ખોરવાયું
ખેરાલુના મલારપુર બુથમાં EVM મશીનમાં ખામી
વડનગર ખાતે મતદાન મથકમાં EVM ખોટકાયું
અરવલ્લીમાં 2 EVM મશીનો ખોટકાયા
ધનસુરાના શિકા નંબર-૨ બુથ પર EVMમાં ખામી
મોડાસાના ઝાલોદરમાં પણ EVM ખોટકાયું
રાવપુરાના સમામાં પ્રશંશા વિદ્યાલયમાં EVM મશીન ખોરવાયું
મોડાસાના ઝાલોદરમાં પણ EVM ખોટકાયું
પાટણની આદર્શ પ્રકાશ હાઇસ્કુલમાં EVM મશીન ખોટકાયું
ખેરાલુના ડભોડા ગામે બે EVM મશીન ખોટકાયા
હિંમતનગરની જૈનાચાર્ય વિદ્યાલયમાં 1 EVM ખોકાયું
મહેસાણાના ખેરાલુના મલારપુર બુથ પર EVMમાં ખામી
ઇડરના માનગઢમાં EVM બદલવામાં આવ્યું
ખેડબ્રહ્માના કોલન અને કોટડા ગામના બુથ પર EVM ખોટકાયું
ધારાસભ્ય અશ્વિન કોટવાલએ ચુંટણી અધિકારીને ફરીયાદ કરી
વડોદરા મેવલી ગામે બુથ નંબર 1નું 83 નંબરનું ઈવીએમમાં ખામી સર્જાઈ
ઉંઝાના વિસોળ ગામે EVM ખોટવાયું
વિદ્યાનગરની નલીની કોલેજના મતદાન મથક પર EVM મશીન ખોટકાયું
અરવલ્લી બાયડમાં ઇવીએમ મશીનમાં ગડબડીનો કોંગ્રેસનો આક્ષેપ
5 ગામોમાં મશીનમાં ગડબડી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
કોંગ્રેસના ઉમેદવારનું બટન દબાતું ન હોવાનો આક્ષેપ
ઉભરાણ, અજબપુરા, વજેપુરા, હેમદપુરા ગામના મશીનોમાં ગડબડીનો આક્ષેપ
વડોદરાના છાલિયેર, રાસાવાડી, તાડીયાપુરા, મેવલી ગામે EVMમાં ખામી સર્જાઈ
મહેસાણા જિલ્લામાં મલારપુર ગામમા EVM ખોરવાયું, મતદારોમાં રોષ
મહેસાણાના સુદાસણા ગામના મતદાન મથક પર હોબાળો
પંચમહાલ કલોલ 137 નંબર બુથ પર મશીન ખોટકાયું-
મહેસાણાની બહુચરાજી બેઠકના 3 બૂથો પર EVMમાં ખામી સર્જાઈ
મીઠા બોરીયાવી, વડોસણ અને મગુના ગામે EVMમાં ખાણી સર્જાઈ