Webdunia - Bharat's app for daily news and videos

Install App

મિશન ચંદ્રયાન - 2 - અંતરિક્ષમાં ભારતની ઉડાન, છેવટે ચંદ્રના સાઉથ પોલ પર કેમ ઉતરી રહ્યુ છે ભારત, જાણો બધુ જ

Webdunia
સોમવાર, 22 જુલાઈ 2019 (14:00 IST)
ભારતીય અંતરિક્ષ મિશન હેઠળ મીલનો પત્થર માનવામાં આવતા મિશન ચંદ્રયાન-2ની લોંચિંગ થવામાં હજુ બસ થોડાક જ કલાક રહી ગયા છે.  બધી તૈયારીઓ પુરી થઈ ચુકી છે. મિશનનુ કાઉંટડાઉન ચાલી રહ્યુ છે. ભારતીય અંતરિક્ષ અનુસંધન સંગઠન ચંદ્દ્રમાંના સાઉથ પોલ પર ચંદ્રયાન-2 ઉતરશે. ઉલ્લેખનીય છે કે ચંદ્દ્રના આ ભાગ વિશે દુનિયાને વધુ માહિતી નથી.  ઈસરો મુજબ ચંદ્રયાન-2 ચંદ્રના ભૌગોલિક વાતાવરણ, ખનીજ તત્વો, તેના વાયુમંડળની બહારની પરત અને પાણીની ઉપલબ્ધતાની માહિતી એકત્ર કરશે. 
 
મિશન મૂન હેઠળ ચંદ્દ્રયાન-2 ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર પગ મુકશે. ઉલ્લેખનીય છે કે ચંદ્રને ફતેહ કરી ચુકેલા અમેરિકા, રૂસ અને ચીને હજુ સુધી આ સ્થાન પર પગ નથી મુક્યો. ચંદ્રમાંના આ ભાગના વિશે હાલ વધુ મહિતી જાણવા મળી નથી. ભારતના ચંદ્રયાન-1 મિશન દરમિયાન સાઉથ પોલમાં બરફ વિશે જાણ થઈ હતી. ત્યારથી ચંદ્રના આ ભાગ પ્રત્યે દુનિયાના દેશોનો રસ જાગ્યો છે.  ભારત આ વખતે મિશનમાં સાઉથ પોલ નિકટ જ પોતાનુ યાન લૈડ કરશે. એવુ કહેવાય રહ્યુ છે કે ભારત મિશન મુન દ્વારા બીજા દેશો પર વિજય પ્રાપ્ત કરી  લેશે. એવુ કહેવાય રહ્યુ છે કે ચંદ્રયાન-2 દ્વારા ભારત એક એવા અનમોલ ખજાનાની શોધ કરી શકે છે જેનાથી ફક્ત આગામી લગભગ 500 વર્ષ સુધી માણસોની ઉર્જાની જરૂરિયાત પુરી કરી શકવા ઉપરાંત ખરબો ડોલરની કમાણી પણ થઈ શકે છે.  ચાંદ તરફથી મળનારી ઉર્જા સુરક્ષિત હોવા ઉપરાંત  તેલ કોલસા અને પરમાણુ કચરાથી થનારા પ્રદૂષણથી મુક્ત રહેશે. 
 
ઉત્તરી ધ્રુવની તુલનામાં ચંદ્રમાનુ દક્ષિણી ધ્રુવ વધુ છાયામાં રહે છે. તેની ચારેબાજુ સ્થાયી રૂપથી છાયામાં રહેનારા આ ક્ષેત્રોમાં પાણી હોવાની શક્યતા છે. ચાંદના દક્ષિણી ધ્રુવીય ક્ષેત્રના ઠંડા ક્રેટર્સ (ખાડા)માં પ્રારભિક સૌર પ્રણાલીના લુપ્ત જીવાશ્મ રેકોર્ડ રહેલા છે.  રોવર પ્રજ્ઞાન ત્યા ફરીને જાણ કરશે કે ચંદ્રની સપાટી અને ઉપસપાટીના કેટલા ભાગમાં પાણી છે. 
 
 
ખૂબ જ રોચક છે ચંદ્રનુ સાઉથ પોલ 
 
ચંદ્રનુ સાઉથ પોલ ખૂબ રોચક છે. ચંદ્ર્માંનુ સાઉથ પોલ વિશેષ રૂપથી રસપ્રદ છે.  કારણ કે આ સતહનો મોટો ભાગ નોર્થ પોલની તુલનામાં વધુ છાયામાં રહે છે.  શક્યતા આ વાતની પણ બતાવાય રહી છે કે આ ભાગમાં પાણી પણ હોઈ શકે છે.  ચંદ્રના  સાઉથ પોલમાં ઠંડા ક્રેટર્સ (ખાડા)માં પ્રારંભિક સૌર પ્રણાલીના લુપ્ત જીવાશ્મના રેકોર્ડ રહેલા છે. ચંદ્રયાન-2 વિક્રમ લૈંડર અને પ્રજ્ઞાન રોવરનો ઉપયોગ કરશે જે બે ખાડા મંજિનસ સી અને સિમપેલિયસ એન ની વચ્ચે મેદાનમાં લગભગ 70" દક્ષિણી અંક્ષાક્ષ પર સફળતાપૂર્વક લૈંડિગનો પ્રયાસ કરશે. 
 
ભારત માટે શુ છે પડકાર ?
 
મિશન ચંદ્રયાન-2માં ભારત માટે પડકાર પણ ઓછો નથી. ભારત પહેલીવાર ચંદ્રની સપાટી પર સૉફ્ટ લૈંડિગ કરશે.  ચંદ્ર પર લૈંડિંગ કરતા જ ભારત આવુ કરનારો અમેરિકા, રૂસ અને ચીન સાથે ચોથો દેશ થઈ જશે.  ભારત પહેલા 15 જુલાઈના રોજ ચંદ્દયાન-2ન3એ લૉન્ચિંગ કરનારો હતો. પણ ક્રોયોજેનિક એજિંગમાં લીકેજને કારણે તેને આજ સુધી માટે રોકવામાં આવ્યો હતો.  ઈસરો ચીફના સિવને પણ કહ્યુ છે કે લૈંડિગના 15 મિનિટ પહેલાનો સમય ખૂબ પડાકર રૂપ રહેશે.  કારણ કે ઈસરો પહેલીવાર ચંદ્ર પર સોફ્ટ લૈંડિંગ કરશે. 
 
ઉર્જાની પુરતી માટે ચંદ પર ફતેહ કરવાનો પ્રયાસ 
 
એક વિશેષજ્ઞનુ અનુમાન છે કે એક ટન હીલિયમ-3ની કિમંત લગભગ 5 અરબ ડૉલર હોઈ શકે છે. ચંદ્દ્રમાંથી અઢી લાખ ટન હીલિયમ-3 લાવી શકાય છે.  જેની કિમંત અનેક લાખ કરોડ ડૉલર હોઈ શકે છે. ચીને અપ્ણ આ વર્ષે હીલિયમ-3ની શોધ માટે પોતાનુ ચાંગ ઈ 4 એટલે કે ઈ-4 યાન મોકલ્યુ હતુ.  જેને જોતા અમેરિકા, રૂસ, જાપાન અને યૂરોપીય દેશોની ચંદમા પ્રત્યે દિલચસ્પી વધી ગઈ છે.  એટલુ જ નહી દુનિયાના દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમજૉનના માલિક જેફ બેજોસ ચંદ્રમા પર કૉલોની વસાવવાની ઈચ્છા રાખે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments