પૌરાણિક માન્યતા મુજબ કેવડાત્રીજનું વ્રત સુહાગન સ્ત્રીઓ પતિ અને પરિવારનુ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે જ્યારે કે કુંવારી યુવતીઓ સારો વર પ્રાપ્ત કરવા માટે કરે છે. એવુ કહેવાય છે કે આ વ્રતને પૂર્ણ શ્રદ્ધાથી કરનારી મહિલાઓની મનોકામના પૂર્ણ થાય છે. આ વ્રત માટે બે-ત્રણ દિવસ પહેલા જ તૈયારીઓ શરૂ થઈ જાય છે. પણ અનેકવાર અજાણતા એવી ભૂલો થઈ જાય છે જેનાથી વ્રતનુ ફળ મળતુ નથી. સાથે જ અશુભ ફળ મળવાની વાત પણ કહેવામાં આવી છે.
તો આવો જાણીએ ક્યા છે એ 5 કામ જે ન કરવા જોઈએ..
1. પૌરાણિક કથાઓની માન્યતા મુજબ વ્રત કરનારી મહિલાઓને વ્રતના દિવસે રાત્રે સુવુ ન જોઈએ. ત્રીજની રાત્રે બધી મહિલાઓએ મળીને ભજન ગાયન કે જાગરણ કરવુ જોઈએ. એવુ કહેવાય છે કે ત્રીજની રાત્રે જો વ્રત કરનારી મહિલા સૂઈ જાય છે તો તેને આગલા જન્મમાં પશુના રૂપમાં જન્મ મળે છે.
2. ત્રીજનુ વ્રત કરનારી મહિલાઓએ શાંત રહેવુ જોઈએ. તેમને કોઈ પ્રકારનો ક્રોધ ન કરવો જોઈએ. કદાચ તેથી જ મહિલાઓના હાથમાં મહેંદી લગાવવાની પ્રથા છે. મહેંદી મગજને ઠંડક પહોંચાડે છે.
3. એવી માન્યતા છે કે ત્રીજનુ વ્રત નિર્જલા કરવુ જોઈએ. આ દરમિયાન કશુ પણ ખાવુ પીવુ ન જોઈએ. એવુ કહેવાય છે કે વ્રત દરમિયાન જો કોઈ કશુ ખાઈ પી લે છે તો તેને આવતા જન્મમાં વાનરનુ રૂપ ધારણ કરવુ પડે છે.
4. એવુ પણ કહેવાય છે કે જે યુવતીઓ કે મહિલાઓ આ વ્રત નથી કરતી તેને આગામી જન્મમાં માછળી બનવુ પડે છે. જ્યારે કે આ દિવસે માંસાહાર કરનારી યુવતીઓને ઘોર શ્રાપ મળે છે.
5. વ્રત દરમિયાન કોઈપણ મહિલાએ દૂધનુ સેવન ન કરવુ જોઈએ. એવી માન્યતા છે કે આવુ કરવાથી આગલા જન્મમાં સર્પ યોનિમાં જન્મ મળે છે.