ભારતીય સંસ્કૃતિના સુસ્કૃતિના સુસંસ્કારોમાં કોઈ કાર્યની સફળતા માટે પહેલા તેના મંગલા ચરણ કે પછી પૂજ્ય દેવોની વંદનાની પરંપરા રહી છે. કોઈ કાર્યને વ્યવસ્થિત રીતે નિર્વિઘ્નપૂર્વક સંપન્ન કરવા માટે સૌ પ્રથમ શ્રીગણેશની વંદના અને અર્ચનાનુ વિધાન છે. તેથી સનાતન ધર્મમાં સૌ પ્રથમ શ્રીગણેશની પૂજાથી જ કોઈ કાર્યની શરૂઆત થાય છે.
શ્રી ગણેશ પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ અને કલ્યાણકારી છે. ભલે તે કોઈ કાર્યની સફળતાને માટે કે પછી ભલે કોઈ કામનાપૂર્તિ સ્ત્રી, પુત્ર, પૌત્ર, ઘન, સમૃધ્ધિને માટે કે પછી અચાનક જ કોઈ સંકટમાં પડેલ દુ:ખોના નિવારણ માટે હોય. અર્થાત જ્યારે ક્યારેક કોઈ વ્યક્તિને કોઈ અનિષ્ટની આશંકા હોય કે પછી તેને વિવિધ શારીરિક કે આર્થિક કષ્ટ ઉઠાવવા પડી રહ્યા હોય તો તેણે શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કોઈ યોગ્ય અને વિદ્વાન બ્રાહ્મણના મદદથી શ્રીગણપતિ પ્રભુ અને શિવ પરિવારનુ વ્રત, આરાધના અને પૂજન કરવુ જોઈએ.
શ્રીગણેશ ચતુર્થીનુ વ્રત જેને શ્રીગણેશ ચતુર્થી, પત્થર ચોથ અને કલંક ચોથના નામે પણ ઉજવવામાં આવે છે. આ દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ ચતુર્થીના રૂપમાં ઉજવવામાં આવે છે. તૃતીયા તિથિનો ક્ષય થવાને કારણે દ્વિતીયા યુક્ત ચતુર્થીમા આ વ્રત કરવામાં આવશે. ચતુર્થી તિથિના રોજ શ્રી ગણપતિની ઉત્પત્તિ થઈ હતી.
કહેવાય છે કે ભગવાન શિવ સ્નાન માટે હિમાલયથી ભીમબલી નામની જગ્યાએ ગયા. આ તરફ પાર્વતીએ પોતાના ઉબટનમાંથી એક પૂતળુ બનાવી તેમા પ્રાણપ્રતિષ્ઠા કરી તેનું નામ ગણેશ રાખ્યું અને તેને ગુફાની બહાર બેસાડી દીધા. થોડા સમય બાદ ભગવાન શંકર આવ્યા તો તેમને ગણેશે અંદર જતા અટકાવ્યા. આથી ભગવાન શંકર ક્રોધિત થયા અને ગણેશનું માથું કાપી નાખ્યું. પાર્વતી શિવને સામે જોઇને દંગ રહી ગયા.
જ્યારે શિવે સમગ્ર વાત કહી સંભળાવી તો પાર્વતી વિલાપ કરવા લાગી અને બોલી કે તે તો મારો પુત્ર હતો. હવે તમે કેમેય કરીને મારા પુત્રને જીવીત કરો. ભગવાન શંકર ધર્મસંકટમાં પડી ગયા, આ તો પ્રકૃતિ વિરુદ્ધનુ કાર્ય છે, પણ માતા પાર્વતીની જીદ. બરાબર તે જ સમયે એક હાથણીને પ્રસવ થયો હતો. શંકરજીએ તે હાથણીના બચ્ચાનું માથું કાપીને ગણેશને લગાડી દીધું. આ રીતે ગણેશજીનો પુનર્જન્મ થયો. આ ઘટના ભાદરવાની શુકલ ચતુર્થીના દિવસે બની. આથી આ દિવસથી ગણેશજીનું વ્રત શરૂ કરવાનું મહત્વ છે. આ વ્રત કરવાથી બુદ્ધિ વિકસિત થાય છે, તમામ સંકટો હટી જાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે.`