Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશ ચતુર્થી વિશેષ - મગની દાળના મોદક

Webdunia
ગણેશ ચતુર્થી આવવાની તૈયારીમાં છે તો આવામાં તમે ગણપતિ દાદાને પ્રસાદ ધરાવવા માટે અવનવી ડિશ બનાવવાનું વિચારી રહ્યાં હશો. તમે જાણતા જ હશો કે ગણેશજીને મોદક અત્યંત પ્રિય છે, તો વધુ કંઇ વિચારવામાં સમય પસાર કરવા કરતા તેમને પ્રિય મોદક જ બનાવી દો. પણ હા આ વખતે સામાન્ય મોદક ન બનાવતા તેમના માટે બનાવો મગની દાળના મોદક. 
સામગ્રી - 2 કપ મગની દાળ, 50 ગ્રામ ગોળ, 1 ચમચી ઇલાયચી દાણા, 2 ચમચી ખાંડ(દળેલી) 1 કપ દૂધ, 1 ચમચી મીઠું, 3 કપ ચોખાનો લોટ, 4 કપ પાણી. 
 
બનાવવાની રીત - એક મોટી કઢાઈમાં 1 કપ પાણી લો અને તેમાં ગોળ મિક્સ કરો અને જ્યાંસુધી તે ઘટ્ટ ન થઇ જાય ત્યાંસુધી ગરમ કરો. 
 
હવે તેમાં અડઘો કપ દૂધ અને ઇલાયચીના દાણા નાંખો અને સામાન્ય આંચ પર 2-3 મિનિટ સુધી રાંધો. હવે કઢાઈમાં મગની દાળ અને 1 કપ પાણી નાંખો. કઢાઈ પર ઢાંકણ લગાવી દો અને લગભગ 7 મિનિટ સુધી મધ્યમ મધ્યમ આંચ પર રાંધો. જો કઢાઈમાં વધુ પાણી હોય તો તેને મોટી આંચ કરીને બાળી દો. 
 
ત્યાંસુધી ચોખાના લોટમાં ખાંડ અને ચપટી મીઠું મિક્સ કરો. ત્યારબાદ દૂધ અને 1 કપ ગરમ પાણી મિક્સ કરો અને લોટ બાંધી લો.
 
હવે લોટમાંથી લુઆ પાડી તેને હથેળી પર રાખી સપાટ કરી લો. પછી તેમાં મગની દાળની સામગ્રી ભરો અને મોદકનો આકાર આપો.
 
આ રીતે બધી સામગ્રીમાંથી મોદક તૈયાર કરો અને એક સ્ટીલના વાસણમાં રાખો. હવે પ્રેશર કૂકરમાં 4 કપ પાણી નાંખો અને તેમાં મોદક ભરેલું સ્ટીલનું વાસણ મૂકી દો. ચાર સીટી વાગે ત્યાંસુધી મોદક બાફી લો. જ્યારે વરાળ બહાર નીકળી જાય એટલે કૂકરનું ઢાંકણું ખોલી લો. તૈયાર છે ગણપતિદાદા માટે પ્રસાદ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ટેસ્ટી વેજ નૂડલ્સ રેસીપી

જોધપુર મિર્ચી વડા રેસીપી

વાંકી કમરને સીધી કરવા માટે રોજ કરો આ એક્સરસાઈઝ, થોડાક જ દિવસમાં દેખાશે અસર

મસાલા એગ રેપ

60 ની વય પહેલા હાર્ટ અટેકથી બચવા માંગો છો ? તો માની લો ડોક્ટરે બતાવેલી આ 10 વાતો

વધુ જુઓ..

નવીનતમ

ભગવાન જગન્નાથની દેવ સ્નાન યાત્રા: 108 ઘડામાંથી પવિત્ર જળથી ભવ્ય અભિષેક, અને હાથીના વેશમાં દર્શન

20+ Vat Savitri Vrat 2026 Wishes: વટ સાવિત્રી વ્રતની શુભકામનાઓ મોકલીને આ દિવસને બનાવો સ્પેશ્યલ

Purnima June 2026: આજે પરિણીત મહિલાઓ અખંડ સૌભાગ્ય માટે કરશે વટ ​​સાવિત્રી પૂર્ણિમાનું વ્રતજાણો શુભ મુહૂર્ત, મહત્વ અને વ્રત કથા

આજે સોમવારે જ્યેષ્ઠ પૂર્ણિમા અને બિલ્વ ત્રિરાત્રીનો સંયોગ, જરૂર કરો આ સહેલા ઉપાય દૂર થશે દરેક અવરોધ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -29 જૂન 2026

આગળનો લેખ
Show comments