Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળીની સ્પેશ્યલ વાનગી - માવાના ઘુઘરા

Webdunia
રવિવાર, 1 નવેમ્બર 2020 (17:19 IST)

સામગ્રી ૫૦૦ ગ્રામ મેંદો, ૫૦ ગ્રામ દૂધ, લોટ બાંધવા અને તળવા માટે ઘી, 400 ગ્રામ માવો, 100 ગ્રામ રવો, 2 ટે. 400 ગ્રામ દળેલી ખાંડ, ઈલાયચી પાવડર બે ચમચી, 100 ગ્રામ કાજુ ટુકડી, 50 ગ્રામ કિસમિસ. 100 ગ્રામ નારિયળનું ઝીણું છીણ (પસંદ હોય તો ) 
 


બનાવવાની રીત -  એક વાસણમાં મેદો ચાળી તેમા ઓગાળેલુ ઘી નું મોણ નાખી તેને સારી રીતે મિક્સ કરો. લોટમાં થોડુ દૂધ નાખી અને જરૂરી પાણી ઉમેરી કઠણ લોટ બાંધવો. આ લોટને ભીના કપડાંથી ઢાંકી દેવો. અડધો કલાક માટે રાખી મુકો. 

પૂરણ બનાવવાની રીત - ભારે તળિયાવાળી કડાઈમાં માવાને ગેસ પર આછો ગુલાબી (બ્રાઉન) થાય ત્યાં સુધી શેકવો અને ત્યારબાદ, એક વાસણમાં કાઢી લેવો. તે જ કડાઈમાં ઘી નાંખી અને રવાને ગુલાબી થાય ત્યાં સુધી શેકવો. અને શેકાઈ ગયા બાદ, એક પ્લેટમાં કાઢી લેવો. દળેલી ખાંડ, કાજુના ઝીણા ટુકડા અને ઈલાયચી પાવડર તૈયાર રાખો. હવે માવામાં રવો, ખાંડ એલચી પાઉડર અને સૂકા મેવાને એકસાથે ભેગા કરી પૂરણ તૈયાર કરો. 

હવે બાંધીને ઢાંકેલા લોટને મસળીને મુલાયમ બનાવો, આ લોટના 50-60 લૂઆ થશે. લૂઆ બનાવીને કપડાથી ઢાંકી મુકવા. હવે વેલણથી સહેજ મોટી પુરી વણીને તેને ઘુઘરાના બીબામાં મુકી પૂરણ ભરવુ અને બીબુ બંધ કરીને વધારાનો લોટ કાઢી લેવો. આ રીતે દરેક ઘૂઘરા બનાવી લેવા. ઘુઘર ખુલી જતા હોય તો બીબુ બંધ કરતા પહેલા બીબાના કિનારે સહેજ દૂધ લગાવી બંધ કરો. આ રીતે બધા ઘુઘરા બનાવી સાડી નીચે ઢાંકી મુકો. બધા ઘુઘરા બની જાય કે ગરમ ઘી માં તળી લો. આ ગરમા ગરમ પણ ખાઈ શકો છો. ઠંડા થયા પછી એરટાઈટ ડબ્બામાં ભરી લો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments