Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિવાળી સ્પેશિયલ બેસન સેવ બનાવવાની સરળ રેસીપી

garlic shev
દિવાળીના તહેવારમાં ચા સાથે ચટપટી અને ક્રિસ્પી સેવ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. બેસન સેવ એક એવું પરંપરાગત ફરસાણ છે, જે બનાવવામાં સરળ અને ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. તો આ દિવાળીએ ઘરે જ બજાર જેવી સ્વાદિષ્ટ અને કરકરી બેસન સેવ બનાવો.
ALSO READ: ભાખરવડી બનાવવાની રીત

જરૂરી સામગ્રી:

 
ચણાનો ઝીણો લોટ – 500 ગ્રામ
તેલ – 1 વાટકી
પાણી – 1 વાટકી
ખાવાનો સોડા – 1 નાની ચમચી
અજમો – 1 ચમચી
લીંબુનો રસ – અડધા લીંબુનો
મરી પાવડર – 2 ચમચી
સફેદ મરચું – સ્વાદ મુજબ
મીઠું – સ્વાદ મુજબ
હિંગ – જરૂર મુજબ
ALSO READ: દિવાળીની ખાસ રેસીપી મઠીયા બનાવવાની રેસીપી

બેસન સેવ બનાવવાની રીત:

 
સૌપ્રથમ એક વાસણમાં તેલ અને પાણી મિક્સ કરો. હવે આ મિશ્રણને હાથથી બરાબર ફીણો અથવા મિક્સરમાં ફેરવો. મિશ્રણ એકદમ સફેદ અને ફીણવાળું થઈ જાય ત્યાં સુધી ફેંટવું.
 
હવે તેમાં ખાવાનો સોડા, અડધા લીંબુનો રસ, સફેદ મરચું, મીઠું અને હિંગ ઉમેરો.
 
અજમો અને મરીને ઝીણા વાટી લો અને આ મિશ્રણમાં બરાબર મિક્સ કરો.
 
ત્યારબાદ તેમાં જરૂરિયાત મુજબ ચણાનો ઝીણો લોટ ઉમેરતા જાઓ અને નરમ લોટ બાંધી લો. ધ્યાન રાખો કે લોટ વધારે કઠણ ન હોવો જોઈએ.
 
હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. સેવના સંચામાં લોટ ભરીને ગરમ તેલમાં સીધી સેવ પાડો.
 
સેવને મધ્યમ તાપે બંને બાજુથી ગોલ્ડન અને કરકરી થાય ત્યાં સુધી તળી લો.
 
તૈયાર સેવને ઠંડી થવા દો અને ત્યારબાદ એરટાઇટ ડબ્બામાં ભરીને સ્ટોર કરો.
 
ટિપ્સ: સેવને કરકરી બનાવવા માટે લોટ નરમ રાખવો અને તેલ યોગ્ય રીતે ગરમ હોય તેનું ધ્યાન રાખવું. આ રીતે ઘરે જ સ્વાદિષ્ટ અને બજાર જેવી બેસન સેવ તૈયાર થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાખરવડી બનાવવાની રીત