Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ભાખરવડી બનાવવાની રીત

Diwali Reciep Bhakarwadi in Gujarati
, શુક્રવાર, 25 ઑક્ટોબર 2024 (12:53 IST)
કડક બાંધવા માટે 
મેંદો - 1.5 કપ 
ચણાનો લોટ - 1 કપ 
1/2 ટી સ્પૂન હળદર
મીઠુ 
તેલ (મોયણ માટે )
 
ભરાવનની સામગ્રી -  2 ચમચી સૂકા નારિયેળનું છીણ, વરિયાળી, જીરુ, ખસખસ 2-2 ચમચી, આખા ધાણા 2 ચમચી,  ટેબલસ્પૂન ગરમ મસાલો, મીઠું, મરચું, ખાંડ, આમચૂર પાવડર અથવા એક લીંબુનો રસ, લસણ 7 કળી, લીલા મરચા, 1 ઈંચ આદિ 
 
બનાવવાની રીત 
વરિયાળી, જીરુ,  ખસખસ, ધાણા અને તલ સેકીને અધકચરા વાટી લો. લસણ, આદુ, મરચાનુ પેસ્ટ બનાવો.  હવે કોપરાના છીણમાં વાટેલા ખસખસ ધાણા, આદુ મરચાનુ પેસ્ટ, મરચુ મીઠુ, હળદર, ગરમ મસાલો, લીંબુનો રસ અને ખાંડ નાખીને મિક્સ કરો.  
 
લોટ બાંધવા - મેંદો, ચણાના લોટ અને મેંદો ઘઉંના લોટને મિક્સ કરીને મીઠુ અને તેલ નાંખી તેનો સહેજ કડક લોટ બાંધો. આ લોટ પર ભીનુ કપડુ રાખી તેને ઢાંકી દો.
 
બનાવવાની રીત  - બાંધેલા લોટના મોટા લૂઆ બનાવી તેને રોટલી વણો. એક વાડકીમાં આમલી અને ખાંડની પાતળી ચટણી બનાવો અને તેને રોટલી પર ચોપડો પછી આ રોટલી પર ભરાવનની એક ચમચી નાખો અને કિનાર પર છોડીને પથારી દો. આવુ કરવાથી મસાલો ચોંટી રહેશે. હવે આનો ગોલ રોલ બનાવતા જાવ રોલ ને પ્રોપર સીલ કરી લો અને દબાવતા જાવ. તેના કાપાં પાડી સારી રીતે ગરમ થયેલાં તેલમાં હાથ વડે દબાવીને તળી લો. આ રેસિપી થી ઘરે બનાવેલી ભાખરવડી તમે 15થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અનેક ઉપાયો પછી પણ પેટની ચરબી ઓછી થતી નથી, તો અપનાવો આ ઘરેલુ ઉપાય