દિલ્હીના પૂર્વ ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ દિલ્હી વિધાનસભા માટે વોટ નાખ્યા બાદ કહ્યું કે દિલ્હીના લોકો સમજદાર છે અને કામ જોઈને વોટ આપે છે.
જ્યારે કે નવી દિલ્હીના ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ કહ્યું કે આમ આદમી પાર્ટીના કામ કરવાના દાવા હવા-હવાઈ છે.
મનીષ સિસોદિયાએ વોટ નાખ્યા બાદ કહ્યું હતું કે "દિલ્હીના લોકો કામ જોઈને વોટ આપે છે. તેમને ગાલીગલોચ કે લાલચથી કોઈ ફરક પડતો નથી."
તેમણે કહ્યું કે જેલની બહાર આવ્યા બાદ કેજરીવાલે રાજીનામું આપી દીધું હતું. તેમણે એમ પણ કહ્યું કે તેમને બંનેને કોર્ટે છોડી મુક્યા છે અને હવે દિલ્હી નક્કી કરશે કે કેજરીવાલ અને સિસોદીયા ઇમાનદાર છે કે નહીં?
પ્રવેશ વર્માએ મનીષ સિસોદિયાને જવાબ આપતા કહ્યું, "લોકોને સમજમાં આવી રહ્યું છે. 11 વર્ષથી આ જૂઠી સરકાર ચાલતી હતી. લોકોને સપનાં દેખાડીને સત્તા મેળવી હતી. તેમણે યમુના સાફ કરવાનો વાયદો કર્યો હતો અને વાયદો કર્યો હતો કે અરવિંદ કેજરીવાલ તેમાં ડૂબકી લગાવશે. પણ આમ ન થયું. તેમની પાસે કોઈ પ્લાનિંગ નથી. જો ભાજપ જીતશે તો તેઓ યમુના સાફ