Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Kartik Month- તુલસી સામે દીપક પ્રગટાવાથી, ઘરમાં રહેશે લક્ષ્મીનો વાસ

Kartik month tulsi puja in gujarati
, મંગળવાર, 31 ઑક્ટોબર 2023 (08:06 IST)
Kartik Month- હિન્દુ ધર્મમાં કારતક મહિનાનું ખાસ મહત્વ છે. એવી માન્યતા છે કે આ મહિનો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ખુશ કરવા માટે સૌથી અનુકૂળ સમય છે. આ મહિને શ્રદ્ધા અને ભક્તિભાવથી માતા લક્ષ્મી અને નારાયણની પૂજા કરનારાઓને ક્યારેય નાણાંની કમી રહેતી. 
 
પૌરાણિક કથા મુજબ ગુણવતી નામની સ્ત્રીએ કાર્તિક માસમાં મંદિરના દ્વાર પર તુલસીની એક સુંદર વાટિકા લગાવી. જે પુણ્યને કારણે તે આવતા જન્મમાં સત્યભામા બની અને સદૈવ કાર્તિક માસનુ વ્રત કરવાને કારણે તે ભગવાન શ્રીકૃષ્ણની પત્ની બની. 
 
કાર્તિક માસમાં તુલસી સામે દીપક પ્રગટાવાથી માણસને અનંત પુણ્ય મળે છે. જે તુલસીને પૂજે છે એના ઘરે માતા લક્ષ્મી હમેશા માટે આવીને વસે છે , કારણ કે તુલસીમાં સાક્ષાત લક્ષ્મીની વાસ ગણાય છે. 
 
જે માણસ ઈચ્છે છે કે એના ઘરે સદૈવ શુભ કર્મ હોય , સદૈવ સુખ શાંતિના નિવાસ રહે , એને તુલસીની આરાધના જરૂર કરવી જોઈએ. કહે છે કે જેના ઘરે શુભ કર્મ હોય છે , ત્યાં તુલસી હરી ભરી રહે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Tulsi Tips- મોક્ષનો દ્વાર ખોલે છે તુલસીનો છોડ, આ મહીનામાં સવાર-સાંજે કરો આ કામ, માતા લક્ષ્મી થશે મેહરબાન