દિવાળી એ રોશની, રંગો અને મીઠાઈઓનો તહેવાર છે. આ તહેવાર પર, આપણે બધા આપણા ઘરના દરેક ખૂણાને સજાવીને લક્ષ્મીજીનુ સ્વાગત કરવા માંગીએ છીએ. જો તમે આ દિવાળીમાં તમારા ઘરને અલગ રીતે સજાવવા માંગો છો, તો અમારી પાસે ઘણા આઈડિયા છે. આ અનોખા દિવાળી ડેકોરેશન આઈડિયાથી તમે તમારા ઘરને અનોખુ લુક આપી શકો છો. તો ચાલો જાણીએ દિવાળી પર ઘરને સજાવવાની ટિપ્સ.
ડેકોરેટ કૈડલ્સ અને દિપક પ્રગટાવો
આમ તો મીણબત્તી અને દિવાથી જ તમારુ ઘર રોશન થઈ જશે. પણ ઈચ્છીએ છે કે તમારા ઘરને થોડુ ડેકોરેટિવ લુક મળે તો તમે ડેકોરેટિડ જેલ કૈડિલ્સ સાથે પોતાની બાલકનીમાં સજાવટી દિવા પણ સજાવી શકો છો. લિવિંગ રૂમમાં એક કાંચના વાડકામાં સળગતી ફ્લોટિંગ કૈંડલ અને દિપક પણ ખૂબ સુંદર દેખાશે.
રંગોળી બનાવો
આ દિવાળીએ તમારા આંગણામાં અનોખી રંગોળી ડિઝાઇન બનાવો. તેનાથી ઘરને નવો લુક મળશે. રંગોળીની સુંદરતા વધારવા માટે રંગોળીની વચ્ચે એક સળગતો દીવો મૂકો. જો તમે ઈચ્છો તો ફૂલોની પાંખડીઓ અને પાંદડાઓનો પણ ઉપયોગ કરી શકો છો.
તમારા ઘરને આકર્ષક રોશનીથી સજાવો
દિવાળીના શણગાર માટે આકર્ષક લાઈટો બજારમાં ઉપલબ્ધ છે. પરંતુ આ દિવસોમાં ટી લાઈટ હોલ્ડર ફાનસ ટ્રેન્ડમાં છે. તેને પ્રગટાવ્યા પછી, દિવાલો પર તેનુ પ્રતિબિંબરચાય છે. તેનાથી ઘર ખૂબ જ સુંદર લાગે છે. તમે તેમને હુક્સ અથવા દંડા પર પર લટકાવી શકો છો.